For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રિ પર દેશના મંદિરોમાં લાગ્યા તાળા, પીએમ મોદીએ આપ્યો ખાસ સંદેશ

નવરાત્રિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને ખાસ સંદેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આખો દેશ કોરોના વાયરસના કારણે લૉકડાઉન છે માટે તમામ મંદિરમાં તાળા લાગ્યા છે. જેના કારણે લોકોને પોતાના ઘરમાં જ મા દૂર્ગાની આરાધના કરવી પડશે. નવરાત્રિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને ખાસ સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. વર્ષોથી હું માની આરાધના કરતો આવ્યો છુ. આ વખતની સાધનામાં માનવાતાની ઉપાસના કરનાર બધી નર્સ, ડૉક્ટર, મેડીકલ સ્ટાફ, પોલિસકર્મી અને મીડિયાકર્મી, જે કોરોના સામે લડાઈમાં લાગેલા છે તેમના આરોગ્ય, સુરક્ષા તેમજ સિદ્ધિને સમર્પિત કરુ છુ.

આપણે એકજૂટ થઈને લડવાનુ છે

આપણે એકજૂટ થઈને લડવાનુ છે

પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશના અલગ અલગ ભાગોમાં આપણે ઘણા તહેવાર મનાવી રહ્યા છે. પારંપરિક કેલેન્ડર અનુસાર આજથી નવ વર્ષની શરૂઆત પણ થઈ રહી છે. હું બધા દેશવાસીઓને ઉગાડી, ગુડી પર્વ, નવરેહ અને સજીબુ ચેઈરાઓબાની શુભકામનાઓ આપુ છુ. પીએમે કહ્યુ કે આપણે આ તમામ તહેવાર એવા સમયમાં મનાવી રહ્યા છે જ્યારે દેશ કોવિડ-19ની મહામારીથી લડી રહ્યો છે. માટે પહેલાની જેમ આપણે આ તહેવારો ધામધૂમથી ન મનાવી શકીએ પરંતુ તેમછતાં આ તહેવાર આપણને હિંમત આપશે જેથી આપણે આ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં સફળ રહીએ. મારી ઈશ્વરને પ્રાર્થના છે કે આપણે બધા મળીને કોવિડ-19 સામે એકજૂટ થઈને લડીએ.

દેશભરમાં લૉકડાઉન

દેશભરમાં લૉકડાઉન

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે આખા દેશમાં લૉકડાઉન છે જેના કરાણે દિલ્લીના ઝંડાવાલાન મંદિર, કેરલના સબરીમાલા મંદિર સહિત તમામ મંદિરોને બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ મંદિરો બંધ હોવાના કારણે આ પહેલી વાર છે જ્યારે લોકો મંદિર નહિ જઈ શકે. માટે લોકો ઘરે જ પૂજા-અર્ચના કરશે. દેશમાં આ પહેલી વાર છે જ્યારે દેશના મંદિરોમાં તાળા લાગ્યા છે અને લોકો ભગવાનના દર્શન કરવા નથી જઈ શકતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગઈ કાલે રાતે દેશભરમાં 21 દિવસના લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ.

મજબૂત સંકલ્પની જરૂર

પીએમ મોદીએ રાષ્ટ્રના નામ સંબોધનમાં કહ્યુ હતુ કે ભારત આજે એ સ્ટેજ પર છે જ્યાં આપણી આજની એક્શન નક્કી કરશે કે આ મોટી વિપત્તિનો પ્રભાવને આપણે કેટલો ઘટાડી શકીએ છે. આ સમય આપણા સંકલ્પને વારંવાર મજબૂત કરવાનો છે. ડગલેને પગલે સંયમ વર્તવાનો છે. તમારા યાદ રાખવાનુ છે કે જાન હે તો જહાન હે. આ ધૈર્યના સમયની પરીક્ષા છે. આપણે પોતાનુ વચ નિભાવવાનુ છે. મારી તમને હાથ જોડીને વિનંતી છે કે તમે ઘરોમાં રહીને એ લોકો માટે મંગલ કામના કરો, જે લોકો ખુદ ખતરામાં રહીને કામ કરી રહ્યા છે. એ ડૉક્ટર, નર્સો, પેરામેડીકલ સ્ટાફ, પેથોલોજી, જે આ મહામારી સામે એક-એક જીવનને બચાવવા માટે દિવસ-રાત હોસ્પટલમાં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉનઃ બેંગ્લોર પોલીસે મશાલ રજૂ કરી, બેઘર લોકોને ખાવાનું ખવડાવ્યુંઆ પણ વાંચોઃ લૉકડાઉનઃ બેંગ્લોર પોલીસે મશાલ રજૂ કરી, બેઘર લોકોને ખાવાનું ખવડાવ્યું

English summary
PM Modi wishes India on Navratra with special message to fight together against covid-19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X