For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો અનૌપચારિક વાતચીતમાં ચીને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો?

જો અનૌપચારિક વાતચીતમાં ચીને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે થનાર પીએમ મોદીની ઔપચારિક મુલાકાત બાદ કોઈ નિવેદન જાહેર નહિ થાય કે કોઈ સમજૂતી પર હસ્તાક્ષર પણ નહિ થાય છતાં આ બેઠક અતિ મહત્વની છે. ભારત આવતા પહેલા ચીનના પ્રેસિડેન્ટની મુલાકાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બુધવારે થઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં સ્થિતિ પર ચીન દ્વારા આ મામલાને ઉકેલી શકાય છે. બેઠક દરમિયાન ચીનના પ્રેસિડેન્ટે ઈમરાન ખાનનને ભરોસો અપાવ્યો કે આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય હાલાતમાં બદલાવો છતાં ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા અતૂટ અને પહાડની જેમ મજબૂત છે. પરંતુ ચીની પ્રેસિડેન્ટના આ નિવેદન પર ભારતે આકરું નિવેદન આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક અને સંપ્રભુતાનો મામલો છે અને ભારતીય સંવિધાન સાથે જોડાયેલ છે. કોઈપણ અન્ય દેશને આની જોડે કોઈ લેવાદેવા નથી.

જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલે

જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, 'ભારતનો પક્ષ અટલ બનેલો છે અને સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. ચીન અમારા પક્ષથી સારી રીતે વાકેફ છે. ભારતના આંતરિક મામલા પર કોઈ અન્ય દેશને ટિપ્પણી કરવાનો હક નથી.' સાથે જ તેમણે કહ્યું કે 11-12 ઓક્ટોબરે થનાર શી-મોદીની વાતચીતમાં કાશ્મીર અને અનુચ્છેદ 370નો મામલો સામેલ નથી અને જો શી મામલા વિશે વધુ જાણવા માંગશે તો તેમને વિસ્તૃત જાણકારી આપવાાં આવશે.

કાશ્મીરનો મુદ્દ ઉઠાવ્યો તો?

કાશ્મીરનો મુદ્દ ઉઠાવ્યો તો?

આવી જ રીતે કેટલાક મહિના પહેલા ફ્રાંસમાં આયોજિત જી-20 સંમેલનમાંથી જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએણ મોદીની મુલાકાત થનાર હતી તો તે પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટે જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતા કરવાનો રાગ આલોપ્યો હતો. તેમના આ નિવેદન બાદ આ બેઠક અતિ મહત્વપૂર્ણ થઈ ગઈ હતી પરંતુ પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં સ્પષ્ટ કરી દીધું હતું કે જમ્મુ અને કાશ્મીર પર ભારત કોઈપણ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નથી ઈચ્છતું. સાથે જ એમ પણ કહી દીધું હતું કે અનુચ્છેદ 370 હટાવવો ભારતનો આંતરિક મામલો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન 1947 પહેલા સાથે હતા અને તેમને વિશ્વાસ છે કે બંને પાડોસી પોતાની સમસ્યાઓ પર ચર્ચા કરી તેમનું સમાધાન કરી શકે છે. પીએમ મોદીએ કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂરીયાતને ફગાવી દીધી હત અને કહ્યું કે બંને દેશ તમામ મુદ્દે ચર્ચા કરી સમાધાન કરી શકે છે.

ભારતે પહેલા પણ સ્પષ્ટ કરી દીધું

ભારતે પહેલા પણ સ્પષ્ટ કરી દીધું

જો કે મહાબલિપુરમમાં પીએમ મોદી અને ચીનના પ્રેસિડેન્ટ સાથે થનાર બેઠકમાં કાશ્મીર એજન્ડામાં નહિ પરંતુ આ અનૌપચારિક મુલાકાત છે માટે બની શકે છે કે સામાન્ય વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે. એવામાં એ વાત પર પણ નજર રહેશે કે પીએમ મોદીએ જેવી રીતે અમેરિકાના પ્રેસિડેન્ટને સમજાવી દીધું હતું તેમ જ ચીનના પ્રેસિડેન્ટને પણ જમ્મુ કાશ્મીર મુદ્દાથી અવગત કરાવી દેશે.

Live: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવવા માટે રવાનાLive: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવવા માટે રવાના

English summary
PM Modi-Xi Jinping Meet: What if china raise issue of kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X