મન કી બાત: PMએ સરદાર ઉપરાંત ઇન્દિરા ગાંધીને પણ કર્યા યાદ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિવાવરે 37મી વાર 'મન કી બાત' કાર્યક્રમ સંબોધિત કરશે. આ પહેલા 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ એનએમ મોબાઇલ એપ કે પછી ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના સૂચનો મોકલવા ભલામણ કરી હતી. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે ઑલ ઇન્ડિયા રેડિયો પર સાવરે 11 વાગે આ કાર્યક્રમ સંબોધિત કરે છે. આ કાર્યક્રમ ડીડી ચેનલ પર લાઇવ પ્રસારિત થાય છે.

pm modi mann ki baat

પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

 • 31 ઓક્ટોબરના રોજ શ્રીમતી ઇન્દિરા ગાંધી પણ આ દુનિયાને છોડી ગયા હતા. સરદાર પટેલે ભારતને એક સૂત્રમાં પરોવવાનું કામ કર્યું હતું. આ સાથે જ હું તમામ દેશવાસીઓને શુભકામનાઓ આપું છું કે, તમારા સૌના સાકાર થાય.
 • 31 ઓક્ટોબરના રોજ દેશભારમાં રન ફોર યુનિટિનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભરના બાળકો, યુવાઓ, મહિલાઓ, તમામ આયુ-વર્ગના લોકો બાગ લેશે. મારો સૌને આગ્રહ છે કે, તમે અંદરો-અંદર સદભાવના રાખી આ ઉત્સવમાં સહભાગી બનો.
 • બે દિવસ પછી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. તેમની વિશેષતા એ હતી કે, તેઓ પરિવર્તનકારી વિચારો આપતા હતા અને સાથે જ એ કામ કરવા માટે જટિલમાં જટિલ સમસ્યાનો વ્યવહારિક ઉકેલ પણ શોધતા હતા. પોતાના વિચારને સાકાર કરવામાં તેમને મહારત હાંસલ હતી. દેશને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપવામાં તેનું યોગદાન અતુલનીય છે.
 • શીખોના પહેલા ગુરૂ, ગુરૂ નાનક દેવ જગતના ગુરૂ છે. તેમણે પોતાના સાર્થક જીવન સાથે ત્રણ સંદેશ આપ્યા હતા, પરમાત્માનું નામ જપો, મહેનત કરીને કામ કરો, જરૂરિયાતમાં લોકોની મદદ કરવી.
 • યોગા ફોર યંગ ઇન્ડિયા, વિશેષ રૂપથી યુવા મિત્રોને એક હેલ્ધી લાઇફસ્ટાયલ જાળવવામાં એને લાઇફસ્ટાયલ ડિસઓર્ડરથી બચાવવામાં મદદગાર સાબિત થશે. યોગની એખ જ વિશેષતા છે, તે સહજ અને સરળ છે, સર્વ-સુલભ છે. સહજ એટલા માટે કે, કોઇ પણ ઉંમરની વ્યક્તિ યોગ કરી શકે છે. સરળ એટલા માટે કે, તે સરળતાથી શીખી શકાય છે અને સર્વ-સુલભ એટલા માટે કે યોગ ગમે ત્યાં કરી શકાય છે.
 • પહેલા જે બીમારીઓ મોટી ઉંમરે થતી હતી, એ આજે બાળકોમાં પણ જોવા મળી રહી છે. ઘણું આશ્ચર્ય થાય ત્યારે સાંભળવામાં આવે કે, બાળકો ડાયબિટિઝથી પીડિત છે. નાની ઉંમરે આ પ્રકારની ગંભીર બીમારીઓ થાવનું મુખ્ય કારણ છે, આપણી જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને ખાણીપીણીની આદતો.
 • પરવારજનો જાગિતપૂર્વક પ્રયત્ન કરી બાળકોને ખુલ્લા મેદાનમાં રમવાની આદત પાડે અને શક્ય હોય તો પરિવારના લોકો પણ બાળકો સાથે બહાર જઇ ખુલી હવાનો આનંદ માણે. લિફ્ટની જગ્યાએ બાળકોને દાદરનો ઉપયોગ કરવાની સલાહ આપે. રાત્રે ભોજન બાદ કુટુંબીજનો બાળકોને લઇને ચાલવા જઇ શકે છે.
 • અંગ્રેજોએ આપણા દેશ ઉપરાંત લોકોને માનસિક રીતે પણ ગુલામ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આપણી સંસ્કૃતિને નીચી પાડી આપણામાં હીન-ભાવના ઉત્પન્ન કરવી, આ કામ નિરંતર ચાલી રહ્યું હતું. ભગિની નિવેદિતાએ ભારતીય સંસ્કૃતિના ગૌરવને પુનઃસ્થાપિત કરી. રાષ્ટ્રીય-ચેતના જાગૃત કરી લોકોને એકજૂટ કરવાનું કામ કર્યું.
 • આપણી પુણ્યભૂમિ એવા મહાન લોકોથી સુશોભિત રહી છે, જેમણે નિઃસ્વાર્થ ભાવથી માનવતાની સેવા કરી છે. સિસ્ટર નિવેદિતા, જેમને આપણે ભગિની નિવેદિતા પણ કીહએ છીએ, તેઓ પણ એ અસાધારણ લોકોમાંના એક હતા. તેમનો જન્મ આયર્લેન્ડમાં માર્ગરેટ એલિઝાબેથ તરીકે થયો હતો, પરંતુ સ્વામી વિવેકાનંદે તેમને 'નિવેદિતા' નામ આપ્યું. નિવેદિતાનો અર્થ થાય છે પૂર્ણ રીતે સમર્પિંત. તેમણે પોતાના નામને સાર્થક કરી બતાવ્યું.
 • આપણે વસુધૈવ કુટુંબકમને માનવાવાળા છીએ, સમગ્ર વિશ્વ આપણા પરિવાર સમાન છે. આ વિશ્વાસને કારણે જ ભારત શરૂઆતથી જ વઠના વિભિન્ન મહત્વપૂર્ણ અભિયાનોમાં સક્રિય ભાગીદારી ભજવી રહ્યું છે.
 • ભારતની ભૂમિકા માત્ર Peacemaking Operation સુધી જ સીમિત નથી, ભારત લગભગ 85 દેશોના પીસમેકર્સને ટ્રેનિંગ આપવાનું કામ પર કરી રહ્યું છે. મહાત્મા ગાંધી અને ગૌતમ બુદ્ધની આ ભૂમિ પરથી આપણા બહાદુર શાંતિ-રક્ષકોએ વિશ્વભરમાં શાંતિ અને સદભાવનો સંદેશ પહોંચાડ્યો છે.
 • ભારતે નારી સમાનતા પર હંમેશા ભાર મુક્યો છે તથા યુએન ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ આનું જીવતું જાગતું ઉદાહરણ છે. આના શરૂઆતના ચરણમાં જે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો, તેમાં લખાયું હતું, All MEN are born free and equal. જેને ભારતના પ્રતિનિધિ હંસા મહેતાના પ્રયત્નો બાદ બદલીને આ રીતે સ્વીકારવામાં આવ્યું, All Human Beings are born, free and equal.
 • આપણા સુરક્ષાદળના જવાન માત્ર આપણા દેશની સીમા પર જ નહીં, પરંતુ વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ UN Peacemaker બનીને દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહ્યાં છે. તેઓ યુએનના પીસ-મેકિંગ મિશનમાં મહત્વપૂર્ણ રોલ ભજવી રહ્યાં છે.
 • પહેલા ખાદી ફોર નેશન હતું, અમે ખાદી ફોર ફેશનની વાત કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હું અનુભવ કરી રહ્યો છું કે, હવે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનની જગ્યા ખાદી ફોર ટ્રાન્સફર્મેશન લઇ રહ્યું છે. દિલ્હીમાં આ વખતે ધનતેરસના રોજ રેકોર્ડ બ્રેક ખાદીનું વેચાણ થયું હતું.
 • ખાદી કે હેન્ડલૂમ ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાનો અને તેમના સશક્ત બનાવવાના સાધન તરીકે ઉભરી રહ્યું છે, ગ્રામોદયમાં આ બહુ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.
 • પીએમ મોદીએ છઠ પૂજાનું મહત્વ સમજાવી પાઠવી શુભકામના

English summary
Prime Minister Narendra Modi will share his thoughts on a number of themes and issues in his 37th edition of Mann Ki Baat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.