• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા, વાંચો પીએમના જ શબ્દોમાં

પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા, વાંચો પીએમના જ શબ્દોમાં
|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ દેશને સંબોધિન કરતા કહ્યું કે, છેલ્લા બે મહિનાથી દુનિયાભરમાંથી આવતી કોરોના વિશેની ચિંતાજનક સમાચારો સાંભળી રહ્યા છે. આ બે મહિનામાં ભારતના 130 કરોડ ભારતીયોએ કોરોના જેવી વૈશ્વિક મહામારીનો મુકાબલો કર્યો છે. બધા દેશવાસીઓએ આવશ્યક સાવધાનીઓ વરતવાના ભરચક પ્રયાસો કર્યા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એવો માહોલ બની રહ્યો છે જેમ કે આપણે સંકટથી બચેલા છીએ, એવું લાગે છે કે બધું ઠીક છે, વૈશ્વિક મહામારી કોરોનાવાઈરસથી નિશ્ચિંત થઈ જવાની સોચ યોગ્ય નથી એટલે બધા ભારતીયવાસીઓનું સચેત રહેવું ખુબ જરૂરી છે.

મેં જ્યારે પણ મતારી પાસે કંઈ માંગ્યું દેશ વાસીઓએ મને નિરાશ નથી કર્યો. આજે હું 130 કરોડ દેશવાસીઓ પાસેથી કંઈક માંગવા આવ્યો છું. મને તમારા આગલા કેટલાક અઠવાડિયાં જોઈએ. હજી સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઈ નિશ્ચિત ઉપાય નથી જણાવી શક્યું કે કોઈ વેક્સીન પણ નથી બની શકી. આવી સ્થિતિમાં સૌકોઈની ચિંતા વધવી બહુ સ્વાભાવિક છે. દુનિયાના જે દેશોમાં કોરોનાનો વાયરસ અને તેનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે ત્યાં અભ્યાસમાં વધુ વાત સામે આવી છે, આ દેશોમાં શરૂઆતના કેટલાક દિવસ બાદ અચાનક બિમારીનો વિસ્ફોટ થયો.

આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા બહુ તેજીથી વધી છે. ભારત સરકાર આ વૈશ્વિક મહામારીના ફેલાવા પર પૂરી રીતે નજર રાખેલ છે. જો કે કેટલાક દેશ એવા પણ છે ેમણે જરૂરી નિર્ણય પણ લીધા અને પોતાના લોકોને વધુમા વધુ લોકોને આઈસોલેટ કરીને સ્થિતિને સંભાળી છે અને તેમાં નાગરિકોની ભૂમિકા બહુ મહત્વની રહી છે. ભારત જેવા 130 કરોડની વસ્તીવાળા દેશ સામે અને આપણો દેશ વિકાસ માટે પ્રયત્નશીલ દેશ છે અને આપણા જેવા દેશ પર કોરોનાનો સંકટ બરાબર નથી, આજે મોટા મોટા દેશો પર કોરોનાનો પ્રબાવ જોઈ રહ્યા છીએ ત્યારે ભારત પર તેની કોઈ અસર નહિ થાય તે માનવું ખોટું છે.

માટે આ મહામારી સામે લડવા બે મહત્વની વાત જરૂરી છે. પહેલું સંકલ્પ અને બીજું સંયમ. આજે 130 કરોડ દેશવાસીઓને તમારો સંકલ્પ વધુ ગ્રઢ કરવો પડશે કે અમે આ વૈશ્વિક મહામારીને રોકવા માટે એક નાગરિક તરીકે અમારા કર્તવ્યનું પાલન કરશું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની દિશા નિર્દેશોનું પૂરી રીતે પાલન કરશું. આજે આપણે સંકલ્પ લેવો પડશે કે આપણે સ્વયં સંક્રમિત થવાથી બચશું અને બીજાઓને પણ સંક્રમિત થતા બચાવશું. આવી વૈશ્વિક મહામારીમાં એક જ મંત્ર કામ કરે છે, હું સ્વસ્થ તો જગત સ્વસ્થ. આ બીમારીથી બચવા અને ખુદ સ્વસ્થ રહેવા માટે બીજી જરૂરી બાબત છે સંયમ. સોશિયલ ડિસ્ટન્સિંગ કોરોનાને ઘટાડવામા મોટી ભૂમિકા ભજવી શકે છે. બધા દેશવાસીઓને મારો આગ્રહ છે કે આગામી કેટલાક અઠવાડિયા સુધી બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો.

જેટલું શખ્ય હોય શકે તમે તમારાં બધાં કામ ઘરેથી જ કરો. જે સરકારી સેવાઓમાં છે, હોસ્પિટલ સાથે જોડાયેલા છે, જનપ્રતિનિધિ છે, જેઓ મીડિયાકર્મી છે તેમની સક્રિયતા તો જરૂરી છે પરંતુ સમાજના બાકી લોકોએ ભીડભાડથી, સમારોહથી ખુદને આઈસોલેટ કરી લેવા જોઈએ. મારો વધુ એક આગ્રહ છે કે આપણા પરિવારમાં જે કોઈપણ સીનિયર સિટિઝન છે, 60-65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ હોય તેઓ આગામી કેટલાક અઠવાડિયા સુધી ઘરથી બહાર ના નીકળે. બધા દેશવાસીઓ પાસે હું વધુ એક સમર્થન માંગું છું- જનતા કર્ફ્યૂ, જનતા કર્ફ્યૂ એટલે કે જનતા માટે જનતા દ્વારા ખુદ પર લગાવેલું કર્ફ્યૂ. આ રવિવારે એટલે કે 2 દિવસ બાદ 22 માર્ચે રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી બધા દેશવાસીઓએ જનતા કર્ફ્યૂનું પાલન કરવાનું છે.

આ જનતા કર્ફ્યૂ દરમિયાન કોઈપણ નાગરિક ઘરની બહાર ના નીકળે, રસ્તા પર ના જાય, સોસાયટીમાં એકઠા ના થાય. જે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે તેમણે તો જવું પડ પડશે પરંતુ એક નાગરિક તરીકે બહાર ના નીકળવું. આ જનતા કર્ફ્યૂ આપણને આગામી પડકારો સામે લડવામાં મદદ કરશે. આપણા દેશમાં કેટલાક સંગઠન છે, એનસીસી, એનએસએસ, યુવા સંગઠનો, ખેલકુદના સંગઠનો છે તેમને આગ્રહ કરું છું કે આ જનતા કર્ફ્યૂનો સંદેશ લોકો સુધી પહોંચાડે અને લોકોને જાગૃત કરે. દરરોજ 10 નવા લોકોને ફોન કરીને તમે આ વૈશ્વિક મહામારી સંબંધમાં નાગરિકે કરવાના કામ, જનતા કર્ફ્યૂની વાત તેમને સમજાવો. આ જનતા કર્ફ્યૂ ભારત માટે એક પરીક્ષા જેવું હશે, કોરોના જેવી મહામારી માટે ભારત કેવું તૈયાર છે તે જોવા અને પારખવાનો પણ મોકો છે.

રવિવારે હું તમારી પાસેથી વધુ એક સહયોગ ઈચ્છું છું. પાછલા 2 મહિનાથી લાખો લોકો હોસ્પિટલ, એરપોર્ટ, ઑફિસ, શહેરની ગલીઓમાં દિવસ-રાત કામમાં લાગ્યા છે. પછી ડૉક્ટર હોય, નર્સ હોય, હોસ્પિટલનો સ્ટાફ હોય, સફાઈ કર્મચારીઓ હોય, એરલાઈન્સ કે સરકારી કર્મી હોય, પોલીસકર્મી કે મીડિયા કર્મી હોય, રેલવે-બસ ઓટો રીક્ષા જોડાયેલા લોકો તથા હોમ ડિલિવરીવાળા લોકો પોતાની ચિંતા ના કરતા બીજાની સેવામાં લાગ્યા છે. આજની પરિસ્થિતિમાં જોઈએ તો આ સેવાઓ સામાન્ય ના કહી શકાય. આજે ખુદ પણ સંકર્મિત થવાનો ખતરો સહી લે છે જેથી બીજાઓની સેવા કરી શકે. તેઓ ખુદમાં રાષ્ટ્ર રક્ષકની જેમ કોરોના મહામારી અને આપણી વચ્ચે એક શક્તિ બનીને ઉભા છે. હું ઈચ્છું છું કે આપણે 22 માર્ચે આવા બધા લોકોને ધન્યવાદ અર્પિત કરીએ, અને ધન્યવાદ અર્પિત કરવાની રીત પણ દેશના એક એક વ્યક્તિને જોડી શકે છે.

રવિવારે જનતા કર્ફ્યૂના દિવસે સાંજે ઠીક પાંચ વાગ્યે આપણે આપણા ઘરના દરવાજા પર ઉભા રહીને કે બાલકનીમાં કે બારીની સામે ઉભા રહી રવિવારે સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ સુધી આવા લોકોનો તાળી વગાળીને, થાળી વગાડીને, ઘંટી વગાડીને તેમને સેલ્યૂટ કરો. આખા દેશના સ્થાનિક પ્રસાસનને પણ મારો આગ્રહ છે કે 22 માર્ચે પાંચ વાગ્યે સાયરનના આવાજથી આની સૂચના લોકો સુધી પહોંચાડે. સેવા પરમો ધર્મના આપણા સંસ્કારોને માનનારા આવા દેશવાસીઓ માટે આપણે સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપણા ભાવ વ્યક્ત કરવા જોઈએ. સાથીઓ, સંકટના આ સમયમાં તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણી જરૂરી સેવાઓ પર આપણા હોસ્પિટલો પર દબાણ વધવું ના જોઈએ, જેથી આપણી હોસ્પિટલની વ્યવસ્થાને, આપણા ડૉક્ટરોને આ મહામારી માટે પ્રાથમિકતા સુવિધા બને. માટે બધા દેશવાસીઓને મારો આગ્રહ છે કે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ જવાની આપણી જે આદત છે તે હમણા ટાળવી.

જરૂરી ના હોય તેવી કોઈ સર્જરીની પણ તારીખ લઈ રાખી હોય તો તારીખ આગળ લંબાવી દેવી. કોરોના મહામારીને કારણે આર્થિક નુકસાની પણ થઈ રહી છે. સરાકરે નાણા ખાતા સાથે વાતચીત કર્યા બાદ એક ટાસ્કફોર્સ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે જે આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે જેટલા પગલા ઉઠાવવામાં આવે તેના પર પ્રભાવિ રૂપે અમલથાય તે સુનિશ્ચિત કરશે. સંકટની સ્થિતિમાં મારા દેશના વ્યાપારી વર્ગને મારી વિનંતી છે કે જે જે લોકો પાસે તમે સેવાઓ લઈ રહ્યા છો તેમની આર્થિક સહાયતા કરો. જો કોઈ તમારે ત્યાં કામ પર ના આવી શકે તો તેમનો પગાર ના કાપો. હું દેશવાસીઓને આ વાત માટે પણ આશ્વસ્ત કરું છું કે દેશમાં દૂધ, ખાવાપીવાનો સામાન, દવાઓ, જીવન માટે જરૂરી ચીજોની કમી ના થાય તે માટે તમામ પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ સપ્લાય ક્યારેય રોકવામાં ના આવે તે માટે મારા બધા દેશવાસીઓને આગ્રહ છે કે જરૂરી સામાન સંગ્રહ કરવાની હોળ ના લગાવો. તમે પહેલા જેવી રીતે કરતા તેવી રીતે જ સામાન લઈ શકો છો.

Coronavirus: 22 માર્ચથી એક અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને ભારતમાં પ્રવેશ નહિCoronavirus: 22 માર્ચથી એક અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને ભારતમાં પ્રવેશ નહિ

સાથીઓ પાછલા 2 મહિનામાં 130 કરોડ ભારતીયોએ દેશના બધા નાગરિકોને દેશની સામે આ જે સંકટ આવ્યું છે તેને દેશવાસીઓએ પોતાનું સંકટ માન્યું છે. ભારત માટે, સમાજ માટે દેશવાસીઓથી જે બની શક્યું તે બધાએ કર્યું છે અને મને વિશ્વાસ છે કે આગામી સમયમાં પણ આપણે બધા ભારતીયો આપણા કર્તવ્યોનું આપણા દાયિત્વોનું નિર્વાણ કરતા રહેશું. આજે એક દેશ પણ બીજા દેશની મદદ નથી કરી શકતો તેવામાં આપણે બધા દેશવાસીઓએ એકસાથે મળીને આ મુશ્કેલીઓનો સામનો કરવાની જરૂર છે. હાલ આપણે બધાએ કોરોનાથી બચવાને પ્રાથમિકતા આપવાની છે. આજે દેશમાં કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, સ્થાનિક કોર્પોરેશન હોય, સિવિલ સોસાયટી, સૌકોઈએ પોતપોતાની રીતે આ વૈશ્વિક મહામારીથી બચવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તમારે પણ તમારો પુરું યોગદાન આપવાનું છે. આ મહામારીના વાતાવરણમાં માનવજાતિનો વિજય થાય ભારતનો વિજય થાય તે જરૂરી છે.

થોડા દિવસોમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, ભારત પૂરી શક્તિ સાથે આગળ વધે તે સંકલ્પ લેતા આવશ્યક પગલાંનું પાલન કરતાં આવો આપણે બધા બચી ખુદને બચાવીએ અને બધાને બચાવીએ.

English summary
pm narendra modi address nation, real full speech
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X