For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટ અને ચીન સાથે તણાવ વચ્ચે આજે દેશને સંબોધન કરશે પીએમ મોદી

દેશમાં કોરોનાથી બગડતી સ્થિતિ અને ચીન સાથે સીમા પર વધતા તણાવ વચ્ચે ફરીથી એક વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે રૂબરૂ થવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોનાથી બગડતી સ્થિતિ અને ચીન સાથે સીમા પર વધતા તણાવ વચ્ચે ફરીથી એક વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે રૂબરૂ થવા જઈ રહ્યા છે. કોરોના સંકટ બાદ આ છઠ્ઠી વાર છે જ્યારે પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરશે. દેશને નામ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી કયા મુદ્દે વાત કરશે તેના માટે કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી ચીન સાથે સીમા વિવાદ સાથે સાથે દેશવાસીઓને કોરોના વાયરસને ફેલાતા સંક્રમણથી બચવા માટે મહત્વની માહિતી આપી શકે છે.

કેમ મહત્વનુ છે પીએમ મોદીનુ સંબોધન

કેમ મહત્વનુ છે પીએમ મોદીનુ સંબોધન

દેશભરમાં એક તરફ જ્યાં કોરોના વાયરસના આંકડા ઝડપથી વધી રહ્યા છે ત્યાં ભારત પોતાના પડોશી દેશોથી પરેશાન છે. કોરોના સંકટ કાળમાં ચીન સાથે સીમા વિવાદના કારણે તણાવની સ્થિતિ છે. બંને દેશોના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ સીમા પર તણાવ ચરમ સીમા પર છે. એવામાં પ્રધાનમમંત્રી નરેન્દ્ર મોદીનુ આ સંબોધન ખૂબ જ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. પીએમ મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા કોઈનુ નામ લીધા વિના કડક શબ્દોમાં કહ્યુ કે લદ્દાખમાં ભારત તરફ આંખ ઉઠાવીને જોનારાને આકરોો જવાબ મળ્યો છે. વળી, ભારતે સોમવારે 59 ચીની મોબાઈલ એપને ભારતમાં પ્રતિબંધિત કરી દીધો. એવામાં પ્રધાનમંત્રીનુ આ સંબોધન ખૂબ જ મહત્વનુ છે.

અનલૉક 2.0ની ગાઈડલાઈન્સ જારી

અનલૉક 2.0ની ગાઈડલાઈન્સ જારી

પીએમ મોદીના સંબોધન પહેલા સોમવારે મોડી રાતે ગૃહમંત્રાલયે 31 જુલાઈ સુધી દેશમાં લૉકડાઉનની ઘોષણા કરી છે. વળી, અનલૉક 2.0ની નવી ગાઈડલાઈન જારી કરી દીધી છે. પ્રધાનમંત્રીએ 'મન કી બાત' દરમિયાન દેશવાસીઓને કહ્યુ હતુ કે કોરોના સંકટ કાળમાં દેશ લૉકડાઉનથી બહાર નીકળી ગયો છે અને હવે આપણે અનલૉકના દોરમાં છે પરંતુ હવે આપણે વધુ ધ્યાન રાખવાનુ છે કારણકે હવે આપણે કોરોનાને હરાવવાનો છે અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની છે અને વધુ તાકાત આપવાની છે.

આ મુદ્દે કરી શકે છે વાત પીએમ મોદી

આ મુદ્દે કરી શકે છે વાત પીએમ મોદી

પીએમ મોદી પોતાના દેશને નામ સંબોધનમાં શું કહેવા જઈ રહ્યા છે એ અંગે અટકળોનો દોર ચાલુ છે. સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી વાતો કહેવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી મુખ્યતઃ આ ચારે વિષયો પર પોતાની વાત કહી શકે છે. દેશવાસીઓના નામ પોતાના સંબોધનમાં પીએમ ચીન સાથે તણાવ પર બોલી શકે છે. દેશમાં કોરોનાની બગડતી સ્થિતિ પર પીએમ મોદી બોલી શકે છે. અનલૉક-2ની નવી ગાઈડલાઈન વિશે દેશવાસીઓ સાથે વાત કરી શકે છે. ભારત દ્વારા ચીન પર કરાયેલ મોટો પ્રહાર એટલે કે ચીનની 59 એપ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ પર બોલી શકે છે.

Unlock 2 Guideline: જાણો શું શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશેUnlock 2 Guideline: જાણો શું શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે

English summary
PM Narendra Modi Address the Nation at 4 PM Today In Midst of Corona Crisis and Tension between India and China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X