For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ચૂંટણી: છેલ્લી રેલીમાં જોરદાર વરસ્યા મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: નવી દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાના આરે છે એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોતાની છેલ્લી ચૂંટણીમાં વિપક્ષી દળો પર મન મૂકીને વરસ્યા. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ જાતે કમાન સંભાળી હતી અને આંબેડકર નગરમાં આજે તેમની છેલ્લી રેલી હતી. દિલ્હી વિધાનસભાને ધ્યાનમાં રાખતા આજે પોતાની છેલ્લી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મારી રાજનીતિનો મંત્ર વિકાસ છે. મારે ગરીબોનું જીવન બદલવાનું છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં 16 વર્ષના ખાડા 5 વર્ષમાં ભરવાના છે.

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી (આંબેડકર નગર) રેલીના પ્રમુખ બિંદુ:

  • વિપક્ષને અમારી દરેક વાત પર મુશ્કેલી થઇ રહી છે, એક ગરીબ માતાનો દિકરો વડાપ્રધાન કેવી રીતે બની ગયો.
  • આજે આખી દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે, એ સવા સો કરોડ લોકોની શક્તિ છે.
  • અસ્થિરતાથી દિલ્હીને ભારે નુકસાન થઇ રહ્યું છે.
  • વિકાસ અને સ્થિર સરકાર માટે ભાજપને વોટ આપો.
  • આખા હિન્દુસ્તાનમાં દિલ્હીનો ડંકો વાગવો જોઇએ.
  • આપનું જીવન બદલવું હોય તો મને આશિર્વાદ આપો.
  • ઝોપડીઓમાં રહેનારાઓને પાક્કા મકાન મળવા જોઇએ.
  • મકાનમાં વીજળી, પાણી અને શૌચાલય જોઇએ.
  • ગરીબોનું જીવન બદવું છે.
  • મારી રાજનીતિનો મંત્રી વિકાસ છે.
  • પાંચ વર્ષમાં સોળ વર્ષના ખાડા પૂરવાના છે.
  • અમે એક પળ પણ આરામ નહીં કરીએ.
  • દિલ્હીને ઊંચાઇ પર લઇ જઇશું.
  • દિલ્હીમાં ભાજપાની સરકાર બનવાની છે.
  • લોકસભા ચૂંટણી કરતા વધારે ભીડ વિધાનસભા ચૂંટણીની રેલીઓમાં છે.
  • આ ચૂંટણી નક્કી કરશે કે દેશની રાજધાની કેવી હોય.
  • મોદીએ સાથે સાથે એમ જણાવ્યું કે આવતી કાલથી ચૂંટણી પ્રચાર બંધ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે ગઇ ચૂંટણીમાં આંબેડકર નગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ સારુ પ્રદર્શન કર્યું હતું. માટે વડાપ્રધાનની અત્રે રેલીનું મહત્વ વધારે છે આપને જણાવી દઇએ કે આંબેડકર નગરમાં થઇ રહેલી આ રેલી છેલ્લા પાંચ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચોથી રેલી છે. મંગળવારે વડાપ્રધાને જાપાની પાર્કમાં રેલી કરી હતી. તે રેલીમાં મોદીએ બે દિવસ પહેલા સામે આવેલા ફંડ કાંડના મુદ્દા પર આમ આદમી પાર્ટીને હાડે હાથ લીધા હતા.

English summary
Prime Minister Narendra Modi is addressing a rally at Ambedkar Nagar in south Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X