પીએમ મોદી અને રાહુલ ગાંધીએ દેશવાસીઓને આપી ઈદની શુભકામના
આજે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.
નવી દિલ્લીઃ આજે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા રાજનેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'મિલાદ-ઉન-નબી'ની શુભકામનાઓ. આશા છે કે આ દિવસે કરુણા અને ભાઈચારો જળવાઈ રહે. બધા લોકો સ્વસ્થ અને પ્રસન્ન રહે. ઈદ મુબારક!' વળી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યુ છે, 'ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પ્રસંગે દયા અને ભાઈચારીની ભાવના બધાનુ માર્ગદર્શન કરે. દિલથી શુભકામના, ઈદ-એ-મિલાદ-ઉન-નબીના દિલથી મુબારકબાદ!'

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને કહ્યુ છે, 'મિલાદ-ઉન-નબી પર શુભકામનાઓ. આ તહેવાર બધાે આપણા સમાજમાં સદભાવ અને સૌહાર્દના બંધનને મજબૂત કરવાની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે.' તમને જણાવી દઈએ કે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર દર વર્ષે પેગમ્બર મોહમ્મદના જન્મ દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને અલ્લાહના અંતિમ પેગમ્બરની જીવની વિશે માહિતી આપવામાં આવે છે. ઉજવણીની શરૂઆત ઈસ્લામી કેલેન્ડરના ત્રીજા મહિને રબી અવ્વુલમાં થાય છે. આ દિવસે મુસ્લિમ સમાજના લોકો જલસા અને જૂલુસનુ પણ આયોજન કરે છે. તે પોતાના ઘરોને સજાવે છે અને કુરાનની ઈબાદત કરે છે.
આ દિવસે ગરીબોને દાન પણ આપવામાં આવે છે. આ ખાસ પ્રસંગે હૈદરાબાદમાં રેલી અને પરેડનુ આયોજન પણ થાય છે. આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે આ ઉજવણી પહેલાથી થોડી ફીકી છે. ઈદ મિલાદુન્નબી આ વર્ષે સાંજથી શરૂ થઈ રહ્યો અને અને આગલા દિવસે સાંજે ખતમ થશે. તેને બધા મુસ્લિમ દેશોમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. જો કે ઈસ્લામમાં ઈદ-ઉલ-ફિતર અને ઈદ-ઉલ-અજહાને વિશેષ માનવામાં આવે છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
