For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપણી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ સામે નથીઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટની વિધાનસભા મતવિસ્તારમાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટની વિધાનસભા મતવિસ્તારમાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી અને પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં આ તેમનો પહેલો પ્રવાસ છે. પીએમ મોદીએ કહ્યુ કે પુલવામા હુમલા બાદ તમે જોયુ કે કેવી રીતે એક એક કરીને પાકિસ્તાનનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. અમારી સરકારના નિર્ણયોએ હડકંપ મચાવી દીધો છે. દેશના અલગાવવાદને હવા દેનારા પર કડક કાર્યવાહી થઈ રહી છે અને થતી રહેશે. તેમણે કહ્યુ કે આ નવી નીતિ અને નવી રીતિવાળુ ભારત છે.

રાજનીતિથી ઉપર છે રાષ્ટ્રનીતિ

રાજનીતિથી ઉપર છે રાષ્ટ્રનીતિ

પીએમ મોદીએ કહ્યુ કે હું દેશમાં આક્રોશથી ભરેલી જનતાને આગ્રહ કરવા ઈચ્છુ છુ. સેનાને અમે સંપૂર્ણપણે છૂટ આપી દીધી છે. હાલમાં સોશિયલ મીડિયા પર વીર રસનું પૂર આવ્યુ છે પરંતુ આપણી લડાઈ આતંકવાદ સામે છે, માનવતાના દુશ્મનો સામે છે, આપણી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ સામે નહિ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કાશ્મીરના બાળકો સાથે શું થયુ શું નથી થયુ તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે તેમની સાથે આવુ ન થવુ જોઈએ. તે પણ આતંકવાદથી પરેશાન છે.

અમરનાથી યાત્રામા હજારો શ્રદ્ધાળુઓનો જે ખ્યાલ રાખે છે તે તો કાશ્મીરનો બાળક છે. અમરનાથમાં લોકોને ગોળીઓ વાગી ત્યારે કાશ્મીરના યુવાન તેમના માટે ઉભા રહ્યા અને તેમનુ લોહી આપ્યુ. જે રીતે દેશના અન્ય ભાગોમાં લોકો શહીદ થાય છે તેવી જ રીતે કાશ્મીરના લોકો પણમ આતંકવાદ સાથે લડતા શહીદ થાય છે. અમુક લોકો આવુ કરે છે તો એ ‘ભારત તેરે ટુકડે' ના નારા લગાવનારાઓને આશીર્વાદ આપનારાઓને મજબૂત કરે છે. દુનિયામાં ત્યાં સુધી શાંતિ નહિ જળવાય જ્યાં સુધી આતંકવાદની ફેક્ટરી ચાલતી રહેશે. જો આતંકની ફેક્ટરી પર તાળુ લગાવવાની જવાબદારી મારા જ હકમાં હોય તો એમ રાખીએ. આ સંકલ્પ મારો નહિ 130 કરોડ હિંદુસ્તાનીઓનો છે. આ રાજકારણથી ઉપર રાષ્ટ્રનીતિનો સવાલ છે.

પુલવામા હુમલાનો પૂરો હિસાબ થશે

પુલવામા હુમલાનો પૂરો હિસાબ થશે

પીએમ મોદીએ કહ્યુ કે દુનિયાની દરેક મોટી સંસ્થા આજે પુલવામામાં થયેલા આતંકી હુમલા સામે એકજૂથ છે. સીમા પર ઉભેલા સૈનિકો પર, મોદી સરકાર પર અને મા ભવાનીના આશીર્વાદ પર ભરોસો રાખો, આ વખતે બધાનો હિસાબ પૂરો થશે. 100 કલાકની અંદર આપણા જવાનોએ પુલવામા એટકેના માસ્ટર માઈન્ડને તેની જગ્યા બતાવી દીધી અને તેનો ખાતમો કરી દીધો. માનવતાના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

પીએમે કહ્યુ કે આજે દરેક હિંદુસ્તાની દેશની સેના સાથે છે. દેશની ભાવનાઓ સાથે છે. પરંતુ મને મુઠ્ઠીભર એ લોકો પર અફસોસ થાય છે જે ભારતમાં રહીને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. આ એ જ લોકો છે જે પાકિસ્તાન જઈને કહે છે, કંઈ પણ કરો પરંતુ મોદીને હટાવો. આ એ જ લોકો છે જે મુંબઈ હુમલા બાદ આતંકના આકાઓને જવાબ આપવાની હિંમત ન બતાવી શક્યા. આવા લોકો ન દેશના જવાનના છે અને ના દેશના ખેડૂતોના છે. પીએમ મોદીએ કહ્યુ કે પાકિસ્તાનમાં નવી સરકાર બની તો મે નવા પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા. મે તેમને કહ્યુ હતુ કે તમે રાજકારણમાં આવ્યા છો આવો. ભારત-પાકિસ્તાન મળીને ગરીબી, અશિક્ષણ સામે લડી. તેમણે મને કહ્યુ હતુ કે હું પઠાણનો બચ્ચો છુ, સાચુ બોલુ છુ, સાચુ કરુ છુ. આજે પાકિસ્તાનના પીએમના શબ્દોને કસોટી પર કસવાની જરૂર છે.

ખેડૂતોને આપેલા વચનોનું શું થયુ

ખેડૂતોને આપેલા વચનોનું શું થયુ

પીએમ મોદીએ કોંગ્રેસની રાજસ્થાન સરકાર પર હુમલો કરતા કહ્યુ કે શું વચન પ્રમાણે ખેડૂતોની દેવામાફી થઈ? શું મોટી મોટી વાતો કરનારાએ પોતાના વચન પાળ્યા? દેશના ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવાની આમની રીત હવે સંપૂર્ણપણે ખુલીને સામે આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અમારી સરકાર પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ નામની એક ઐતિહાસિક યોજના લઈને આવી છે. આ એવી યોજના નથી જે કોંગ્રેસ દર વર્ષે લઈને આવે છે. કોંગ્રેસને ચૂંટણી આવતા જ દેવામાફીનો તાવ આવે છે. તેમની યોજનાનો લાભ માત્ર 20 ટકા ખેડૂતોને થતો હતો. પરંતુ અમારી યોજનાનો લાભ 90 ટકા ખેડૂતોને મળશે. જે દર વર્ષે મળશે. અમે જે યોજના બનાવી છે તેનાથી દર વર્ષે 7.5 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થવાના છે.

આ પણ વાંચોઃ પાર્કિંગ લોટમાં બેકાબુ થઈ પ્રિયંકા ચોપડા, પતિ નિક સાથે સ્ટીમી Kissનો ફોટો વાયરલ

English summary
PM Narendra Modi at a public rally in Tonk, Rajasthan: Our fight is against terrorism & enemies of humanity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X