પગે પડવાની સંસ્કૃતિથી બચવા મોદીની સાંસદોને સલાહ
નવી દિલ્હી, 6 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓ અને સાંસદોને સલાહ આપી છે કે તેઓ પગે પડવાની સંસ્કૃતિથી દૂર રહે. આની સાથે તેમણે જણાવ્યું છે કે તેઓ પ્રવક્તાની જેમ વાત ના કરે. પોતાના લોકસભા વિસ્તાર અંગે વધારે ચર્ચા કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને જણાવ્યું કે 'સંસદમાં દરેક મુદ્દાને યોગ્ય રીતે ઉઠાવવા માટે દરેક વિષય પર વિસ્તારથી હોમવર્ક કરે.'
ખરેખર, શુક્રવારે ભાજપ સંસદીય દળની બેઠક મળી. જેમાં નરેન્દ્ર મોદી ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને અરુણ જેટલી ઉપરાંત પાર્ટીના તમામ સાંસદોએ ભાગ લીધો હતો.

મોદીએ આ બેઠકમાં પહેલીવાર ચૂંટાઇને આવેલા સાંસદોને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તેઓ પગે પડવાની સંસ્કૃતિથી દૂર રહે. કોઇ પણ સાંસદ કોઇના પગે ના પડે કે કોઇની ચાપલૂસી ના કરે. દરેક સાંસદ પોતાના કાર્ય પર ફોકસ કરે. રેગ્યુલર સંસદમાં આવવાની આદત પાડવા નિર્દેશ કર્યા હતા.












Click it and Unblock the Notifications
