આર્થિક સલાહકાર પરિષદની પહેલી બેઠકમાં રોજગાર અંગે ચર્ચા

Written By:
Subscribe to Oneindia News

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહેલીવાર આર્થિક સલાહકાર બેઠક(EAC-PM) થઇ હતી. આ બેઠક બાદ આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક દેબરૉયે જણાવ્યું હતું કે, આ બેઠકમાં આર્થિક વિકાસ, રોજગારના મુદ્દે ચર્ચા થઇ હતી. આ સાથે જ અનૌપચારિક ક્ષેત્ર, ફિસ્કલ ફ્રેમવર્ક, મૉનિટરી પોલિસી સહિત 10 મુદ્દાઓને પ્રાથમિકતા મળી હતી. આર્થિક સલાહકાર પરિષદ(EAC-PM)નું ફોકસ આર્થિક વૃદ્ધિને ગતિ આપવા પર તેમજ રોજગાર પર રહેશે. આર્થિક સલાહકાર પરિષદ દ્વારા નાણાંકીય વર્ષ બજેટ 2019ને ધ્યાનમાં રાખીને ભલામણો કરવામાં આવી છે. આ બેઠકમાં નાણાં વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની સાથે નીતિ આયોગના સભ્ય બિબેક દેબરૉયે પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં આર્થિક મામલાના જાણકાર સુરજીત ભલ્લા, રાથિન રૉય, આશિમા ગોયલ અને રતન વટલ પણ હાજર રહ્યા હતા.

narendra modi

25 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી દ્વારા આર્થિક સલાહકાર પરિષદ(EAC-PM)ની રચના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર સત્તામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ એવા સમયે આર્થિક સલાહકાર પરિષદની રચના કરવામાં આવી છે, જ્યારે જીડીપીના દરમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે એપ્રિલથી જૂનના ત્રણ મહિના દરમિયાન જીડીપી વૃદ્ધિ ઘટીને 5.7 ટકા પર પહોંચી હતી. મે 2014 બાદ આ સૌથી નીચો આંકડો છે. આ મુદ્દે વિપક્ષ તરફથી પણ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી દ્વારા રચાયેલ આર્થિક સલાહકાર પરિષદ(EAC-PM)ની પહેલી બેઠકમાં આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો હતો.

English summary
PM Narendra Modi chair economic advisory council EAC PM first meeting.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.