ફડણવીસે મહારાષ્ટ્રના CM પદના શપથ લીધા બાદ PM મોદીએ આપ્યા અભિનંદન
શનિવારે સવારે મહારાષ્ટ્રમાં ભારતીય રાજનીતિની સૌથી મોટી ઉલટફેર જોવા મળી. ભાજપે એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર વિશે ચાલી રહેલ ઉથલપાથલનો આખો ખેલ જ બદલી દીધો અને સરકાર બનાવી લીધી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના શપથ અપાવ્યા. વળી, અજીત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. ફડણવીસના સીએમ બનવા પર પીએમ નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે.
પીએમે કહ્યુ, દેવેન્દ્ર ફડણવીસજી અને અજીત પવારજીને ક્રમશઃ મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી પદના શપથ લેવા પર અભિનંદન. મને વિશ્વાસ છે કે તે મહારાષ્ટ્રના ઉજ્વળ ભવિષ્ય માટે લગનથી કામ કરશે. સીએમ પદના શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથે લડી શિવસેનાએ એ જનાદેશને નકારીને બીજી જગ્યાએ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રને સ્થિર શાસન આપવાની જરૂર હતી, મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાનો નિર્ણય કરવા માટે અજીત પવારનો આભાર.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થઈ હતી અને પરિણામો 24 ઓક્ટોબરના રોજ આવ્યા હતા. રાજ્યમાં કોઈ પાર્ટી કે ગઠબંધનના સરકાર બનવાનો દાવો નહિ રજૂ કરવાના કારણે રાજ્યમાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉલટફેર, ફડણવીસ ફરીથી બન્યા મુખ્યમંત્રી, અજિત પવાર ડેપ્યુટી CM