For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી

સંસદીય બોર્ડની લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીના વારાણસીથી ચૂંટણી લડવા પર મહોર લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી માટે શુક્રવારે ભાજપ સંસદીય બોર્ડની બેઠક થઈ. સંસદીય બોર્ડની લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીના વારાણસીથી ચૂંટણી લડવા પર મહોર લાગી ગઈ છે. આગામી લોકસભા ચૂંટણીને જોતા ઉમેદવારોના નામો અને રણનીતિ પર પણ વિસ્તારથી ચર્ચા થઈ. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત નાણામંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી અને ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા.

વારાણસીથી જ ચૂંટણી લડશે પીએમ મોદી

વારાણસીથી જ ચૂંટણી લડશે પીએમ મોદી

પીએમ મોદી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે મોટી જીત મેળવી હતી. તેમણે પોતાના નજીકના હરીફ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 3,71,784 મતોના મોટા અંતરથી હરાવ્યા હતા. ગઈ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી વારાણસી ઉપરાંત વડોદરા સીટ પરથઈ પણ ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. જો કે બાદમાં આ સીટ તેમણે છોડી દીધી હતી. શુક્રવારે જ પીએમ મોદી એકવાર ફરીથી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે હતા જ્યાં તેમણે ઘણી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.

મોડી રાત સુધી ચાલી સંસદીય બોર્ડની બેઠક

મોડી રાત સુધી ચાલી સંસદીય બોર્ડની બેઠક

મોડી રાત સુધી ચાલેલી સંસદીય બોર્ડની આ બેઠકમાં 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ચૂંટણી લડાવવા, રાજ્યસભા સાંસદો અને ધારાસભ્યોને લોકસભા મેદાનમાં ઉતારવા પર પણ ચર્ચા થઈ. સંસદીય બોર્ડની બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે ટિકિટની પસંદગીનો સૌથી મોટો આધાર ઉમેદવારોની ચૂંટણી જીતવાની સંભાવના હશે.

ઝારખંડમાં આજસુ સાથે ગઠબંધન

ભાજપના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે જણાવ્યુ કે ભાજપે સામાન્ય ચૂંટણી માટે ઝારખંડમાં ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (આજસુ) સાથે ગઠબંધન કર્યુ છે. બંને પક્ષો વચ્ચે સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની જાણકારી આપતા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યુ કે ઝારખંડની 14 લોકસભા સીટોમાંથી ભાજપ 13 પર ચૂંટણી લડશે જ્યારે સહયોગી પાર્ટી આજસુ એક સીટ પર લડશે. સુદેશ માહતોની પાર્ટી આજસુ ગિરિડીહ સીટ પરથી ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ PNB SCAM: રૂપ બદલીને લંડનના રસ્તાઓ પર રખડી રહ્યો છે નીરવ મોદીઆ પણ વાંચોઃ PNB SCAM: રૂપ બદલીને લંડનના રસ્તાઓ પર રખડી રહ્યો છે નીરવ મોદી

English summary
pm Narendra Modi to contest lok sabha elections from Varanasi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X