For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન સીમા પાસે લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા પીએમ મોદી, જવાનો સાથે મનાવશે દિવાળી

પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના જેસલેર પહોંચ્યા. તે ત્યાં ભારતીય સેના અને બીએસએફના જવાનો સાથે દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આખા દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન શનિવારે સવારે પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના જેસલેર પહોંચ્યા. તે ત્યાં ભારતીય સેના અને બીએસએફના જવાનો સાથે દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે. તેમની સાથે સીડીએસ બિપિન રાવત, સેના પ્રમુખ એમએમ નરવાણે અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર રહ્યા. ગયા વર્ષે 27 ઓક્ટોબરે પણ પીએમ જમ્મુ કાશ્મીરના રાજોરીમાં જવાનો સાથે દિવાળીને તહેવાર મનાવ્યો હતો.

pm modi

વાસ્તવમાં રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાનની સીમા છે. પીએમ મોદી જેસલમેરના લોંગેવાલા પહોંચ્યા છે. લોંગેવાલા સામરિક રીતે ઘણી મહત્વપૂર્ણ પોસ્ટ છે જ્યાં 1971માં લડાઈ થઈ હતી. જેમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાનને ખરાબ રીતે મ્હાત આપી હતી. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સીમા પર ફ્રંટલાઈન પર બીએસએફ જવાન અને સેકન્ડ લાઈન પર સેનાના જવાન તૈનાત રહે છે. પીએમ મોદી બંંને સાથે તહેવાર મનાવી રહ્યા છે. પીએમ મોદીના કાર્યક્રમ માટે સીમાની આસપાસવાળા વિસ્તારમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

વીડિયો સંદેશમાં કહી આ વાત

વળી, એક વીડિયો સંદેશમાં પીએમ મોદીએ કહ્યુ કે સાથીઓ આપણે આ જાંબાઝ સાથીઓને પણ યાદ રાખવાના છે જે તહેવારો વચ્ચે આપણી સુરક્ષા માટે સીમા પર ઉભા છે. આપણે તેમને યાદ કરીને જ પોતાના તહેવાર મનાવવાના છે. તેમણે લોકોને અપીલ કરીને કહ્યુ કે બધાએ જવાનો માટે એક દીવો પ્રગટાવવાનો છે. જવાનો માટે પીએમે કહ્યુ કે તમે ભલે સીમા પર છો પરંતુ આખો દેશ તમારી સાથે છે. તેમણે સૈનિકોના પરિવારોને પણ નમન કર્યા જેમણે આટલો મોટો ત્યાગ કર્યો છે.

લોકોએ આપી શુભકામના

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ, 'બધી દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. બધાને હેપ્પી દિવાળી. આ તહેવાર તમારી જિંદગીમાં વધુ રોશની અને પ્રસન્નતા આપે. બધા લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે.'

<strong>મા લક્ષ્મીને પ્રસન્ન કરવા દિવાળી પર શું કરવુ અને શું ન કરવુ</strong>મા લક્ષ્મીને પ્રસન્ન કરવા દિવાળી પર શું કરવુ અને શું ન કરવુ

English summary
PM Narendra Modi Diwali celebration Longewala Jaisalmer of Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X