For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૌશેરામાં જવાનો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી અપાવી શૌર્યની યાદ

દિવાળી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 4 નવેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિવાળી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 4 નવેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પહોંચ્યા. રાજૌરીના નૌશેરામાં પીએમ મોદી જવાનો સાથે દિવાળી મનાવશે. સાથે જ ફૉરવર્ડ પોસ્ટનો પ્રવાસ પણ કરશે. તમને જણાવી દઈએ કે 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીની ખુરશી સંભાળી છે ત્યારથી તે જવાનો સાથે દિવાળીનો પર્વ મનાવે છે. આ વખતે પીએમની દિવાળી નૌશેરા સેક્ટરમાં થશે.

pm modi

આઝાદી બાદ દુશ્મનોએ આના પર કબ્જો જમાવવાની કોશિશ કરી. મને ખુશી છે કે નૌશેરાના જાંબાઝોના શૌર્યના કારણે બધા ષડયંત્રો નિષ્ફળ ગયા છે. ભારતીય સેનાની તાકાત દુશ્મને ખબર છે. હું દેશની રક્ષા કરનાર જવાનોને પ્રણામ કરુ છુ. આ દરમિયાન પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને શૌર્યની યાદ અપાવી. પીએમે કહ્યુ કે સર્જિકલ સ્ટ્રાઈકમાં અહીંની બ્રિગેડે જે ભૂમિકા નિભાવી તે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. મે એ દિવસે નક્કી કર્યુ હતુ કે બધા લોકો સૂર્યાસ્ત પહેલા પાછા આવે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે એ દિવસે ફોન પર જ લાગ્યો હતો અને મારા જવાન એ દિવસે પાછા સલામત આવી ગયા. અહીં અશાંતિ ફેલાવવાના ઘણા પ્રયાસ થતા રહ્યા છે અને થઈ રહ્યા છે પરંતુ દરેક વખતે આતંકવાદને જડબાતોડ જવાબ મળે છે. હું માનુ છુ કે આ પોતાનામાં મોટી પ્રેરણા છે. પાંડવોએ અજ્ઞાતવાસનો સમય અમુક સમય આ ક્ષેત્રમાં પસાર કર્યો હતો. હું અહીં આવીને પોતાને તમારી ઉર્જા સાથે જોડાયેલો અનુભવુ છુ.

જવાનોને સંબોધિત કરીને પીએમે કહ્યુ કે સંરક્ષણ બજેટના લગભગ 65% ખર્ચ દેશની અંદર જ ખરીદી પર ખર્ચ થઈ રહ્યા છે. આજે દેશની અંદર અર્જૂન ટેંક બની રહી છે, તેજસ જેવા એરક્રાફ્ટ પણ દેશની અંદર બની રહ્યા છે. વિજયાદશમીના દિવસે 7 ડિફેન્સ કંપનીઓને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. પીએમે કહ્યુ કે આજે આપણે બદલતી દુનિયા, યુદ્ધના બદલતા સ્વરૂપ સાથે જ પોતાની સૈન્ય શક્તિને પણ વધારવાની છે. તેણે નવા તાકાત સાથે ઢળવાનુ પણ છે. આપણે પોતાની તૈયારીઓને દુનિયામાં થઈ રહેલ ઝડપી પરિવર્તનને અનુકૂળ ઢાળવાનુ છે.

પીએમે કહ્યુ કે તમારા માટે સેનામાં આવવુ એક નોકરી નથી. પહેલી તારીખે પગાર આવશે, તેના માટે નથી આવ્યા તમે. તમારા માટે સેનામાં આવવુ એક સાધના છે, જેમ બધા ઋષિ-મુનિઓ સાધના કરતા હતા, હું તમારા દિલની અંદર એ સાધકના રૂપને જોઈ રહ્યો છે. તમે મા ભારતીની સાધના કરી રહ્યા છો.

English summary
PM narendra modi Diwali celebration with Army soldiers in Rajouri Jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X