કોરોના મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહેલા પીએમ મોદીઃ હું 24x7 ઉપલબ્ધ છુ
કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા અને લૉકડાઉન લંબાવવા મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા અને લૉકડાઉન લંબાવવા મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થઈ રહેલી બેઠક દરમિયાન પીએમ મોદી હોમમેડ માસ્ક પહેરેલા દેખાઈ રહ્યા છે. સમીક્ષા બેઠક દરમિયાન પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી પાસેથી ફિડબેક લીધો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ, હું 24x7 ઉપલબ્ધ છુ.

પીએમ મોદીએ કહ્યુ કે કોઈ પણ સમયે કોરોના વાયરસ મુદ્દે મારી સાથે વાત કરી શકો છો અને પોતાના સૂચન આપી શકો છો. આપણે ખભેથી ખભા મિલાવીને એકસાથે કોરોના સામે લડવાનુ છે. આ બેઠક દરમિયાન આરોગ્ય મંત્રાલયે પણ વિવરણ રજૂ કર્યુ. અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને કોરોના વાયરસના સંક્રમણ ફેલાતો રોકવા મુદ્દે વાત કરી.
14 એપ્રિલના રોજ લૉકડાઉનનો સમય પૂરો થઈ રહ્યો છે. એવામાં દરેક જણ એ જાણવા ઈચ્છે છે કે લૉકડાઉનનો સમય આગળ લંબાવવામાં આવશે કે નહિ. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને અપીલ કરી છે કે લૉકડાઉનનો સમય વધારવામાં આવે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે થઈ રહેલી બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
