For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરક્ષાકર્મીઓ રોકતા રહ્યા, PMએ ખોલી દીધો કારનો દરવાજો, કાશીવાસીઓને આપી આ ભેટ, જુઓ Video

કાશી વિશ્વનાથ મંદિર કૉરિડોરનુ ઉદઘાટન કરવા વારાણસી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ કાશી વિશ્વનાથ મંદિર કૉરિડોરનુ ઉદઘાટન કરવા વારાણસી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ. ફૂલોનો વરસાદ થતો રહ્યો. પોતાના સંસદીય વિસ્તારના લોકોને જોઈને ખુદ પ્રધાનમંત્રી પણ મંત્રમુગ્ધ થઈ ગયા. ઘણા લોકો પીએમ મોદીને ઉપહાર આપવા માટે ઉભા રહ્યા. આ દરમિયાન એક વ્યક્તિ પીએમ મોદીને ભેટ આપવાની કોશિશ કરતો તેમના કાર પાસે પહોંચી ગયો પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને હટાવી દીધો. પીએમે તેના તરફ જોયુ અને ખુદ કારનો દરવાજો ખોલી દીધો. પીએમ મોદીએ કારનો દરવાજો ખોલતા જ વ્યક્તિ તેમની પાસે પહોંચી ગયો અને તેમને પાઘડી અને અંગવસ્ત્રમ ભેટ આપ્યા. પીએમે પણ કાશીવાસીઓની ભેટ લીધી અને તેમનુ અભિવાદન સ્વીકાર્યુ.

પીએમ મોદી કરશે કાશી વિશ્વનાથ ધામ કૉરિડોડનુ ઉદઘાટન

પીએમ મોદી કરશે કાશી વિશ્વનાથ ધામ કૉરિડોડનુ ઉદઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુપીમાં પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના બે દિવસના પ્રવાસે છે. અહીં તે લગભગ 339 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર થનાર કાશી વિશ્વનાથ ધામ કૉરિડોરના પહેલા ફેઝનુ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી સવારે લગભગ 10.30 વાગે વારાણસી પહોંચ્યા જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનુ સ્વાગત કર્યુ. પીએમ મોદીએ વારાણસીમાં સૌથી પહેલા પ્રાચીન કાળ ભૈરવ મંદરિના દર્શન કર્યા જેમને કાશીના કોતવાલ કહેવામાં આવે છે.

પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ઉમટી ભીડ

પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ઉમટી ભીડ

કાળ ભૈરવ મંદિરની બહાર પીએમ મોદીને લોકોએ પાઘડી ભેટ આપી. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ભીડ ઉમટી પડી. પીએમ મોદીના કાળ ભૈરવ મંદિર પહોંચવા સાથે જ લોકોએ હર-હર મહાદેવના જયકારા સાથે તેમનુ સ્વાગત કર્યુ. ત્યારબાદ પીએમ મોદી ખેલડિયા ઘાટ પહોંચ્યા. અહીંથી ક્રૂઝ પર સવાર થઈને લલિતાઘાટ માટે રવાનના થયા. અહીં પોતાની વેશભૂષા બદલીને ગંગા નદીમાં ડૂબકી લગાવી. ગંગાજળ લઈને પગપાળા કાશી વિશ્વનાથ ધામ જશે.

5 લાખ સ્કવેર ફૂટમાં નવા અવતારમાં કાશી વિશ્વનાથ ધામ

5 લાખ સ્કવેર ફૂટમાં નવા અવતારમાં કાશી વિશ્વનાથ ધામ

કાશી વિશ્વનાથ મંદિરને નવા અવતારમાં દુનિયા સામે રજૂ કરવામાં આવી રહ્યુ છે. લગભગ સવા 5 લાખ સ્કવેર ફૂટમાં બનેલ કાશી વિશ્વનાથ ધામ બનીને સંપૂર્ણપણે તૈયાર છે. આ ભવ્ય કૉરિડોરમાં નાની-મોટી 23 ઈમારતો અને 27 મંદિરો છે. કૉરિડોરને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યુ છે. આમાં 4 મોટા-મોટા ગેટ અને પ્રદક્ષિણા પથ પર સંગેમરમરના 22 શિલાલેખ લગાવવામાં આવ્યા છે. આમાં કાશીના મહિમાનુ વર્ણન કરવામાં આવ્યુ છે.

English summary
PM Narendra Modi has given rousing welcome by locals in varanasi, Watch Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X