For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમાલિયામાં ફસાયેલી આફરીન અને તેની 3 પુત્રીઓને બચાવવા પીએમ મોદીએ કરી મદદ

સોમાલિયામાં ફસાયેલી મુસ્લિમ મહિલાને બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આગળ આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

સોમાલિયામાં ફસાયેલી મુસ્લિમ મહિલાને બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આગળ આવ્યા છે. મહિલા ગયા વર્ષે જુલાઈ મહિનાથી પોતાના સાસરિયાવાળા પાસે સોમાલિયામાં ફસાયેલી છે. મહિલાનું નામ આફરીન બેગમ છે. તેમને પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ ભારત પાછા લાવવામાં સફળતા મળી છે. મહિલા અને તેની ત્રણ દીકરીઓને 28 માર્ચે તેમના સાસરિયાવાળા પાસેથી છોડાવી લેવામાં આવી છે અને આજે મહિલા અને તેની પુત્રીઓ મુંબઈ એરપોર્ટ પહોંચશે.

પીએમ મોદીનો હસ્તક્ષેપ

પીએમ મોદીનો હસ્તક્ષેપ

તમને જણાવી દઈએ કે સોમાલિયામાં ભારતની એમ્બેસી નથી માટે ભારતની એમ્બેસી નૈરોબી હાઈ કમિશનથી જ ચાલે છે. અહીંથી મહિલાને તેના સાસરિયાવાળા પાસેથી બચાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવ્યુ. પોલિસની મદદથી સોમાલિયામાં મહિલા અને તેની ત્રણ પુત્રીઓને બચાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યુ. સોમાલિયાના કાયદા અનુસાર મા પોતાના બાળકો વિના પતિની મંજૂરી વિના દેશમાંથી બહાર જઈ શકતી નથી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સોમાલિયાના પ્રશાસન સાથે વાત કરી અને આફરીન બેગમને વહેલી તકે સ્વદેશ પાછા મોકલવાનું સુનિશ્ચિત કર્યુ.

હૈદરાબાદમાં રહેતો હતો પરિવાર

હૈદરાબાદમાં રહેતો હતો પરિવાર

તમને જણાવી દઈએ કે આફરીનનો પરિવાર હૈદરાબાદના બશરથ નગરમાં રહે છે. આફરીન બેગમના 2013માં મોહમ્મદ હુસેન દુઆલે સાથે નિકાહ થયા હતા. તે સમયે હુસેન હૈદરાબાદની એક કંપનીમાં કામ કરતો હતો. પરંતુ તેની પાસે કેનાડાનો પાસપોર્ટ હતો, તેનો આખો પરિવાર સોમાલિયામાં રહેતો હતો. હુસેન અને આફરીન જુલાઈ 2018 સુધી હૈદરાબાદમાં જ રહેતો હતો. ત્યારબાદ હુસેને સોમાલિયામાં પોતાના પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તે પોતાની પત્ની અને બાળકો સાથે જતો હતો. ત્યારબાદ 4 જુલાઈએ હુસેન પરિવાર સહિત સોમાલિયા જતો રહ્યો.

પરિવાર સાથે સંપર્ક તૂટ્યો

પરિવાર સાથે સંપર્ક તૂટ્યો

આગામી 8 મહિના સુધી આફરીન પોતાના પરિવાર સાથે સંપર્ક ન કરી શકી. તેમની પાસે ક્યારેક ક્યારેક વૉટ્સએપ મેસેજ આવતો હતો જેને આફરીન પડોશી મહિલાની મદદથી મોકલતી હતી. ફેબ્રુઆરી 2019માં આફરીના પિતા સૈયદ ગફૂર અલી કે જે ઑટો રિક્ષા ચલાવે છે તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો ત્યારબાદ નૈરોબી સ્થિત હાઈ કમિશને આફરીનની તપાસ શરૂ કરી દીધી.

મુશ્કેલ હતુ મિશન

મુશ્કેલ હતુ મિશન

આફરીનને બચાવવાના મિશનમાં શામેલ એક અધિકારીએ જણાવ્યુ કે અમને મહિલાની કોઈ માહિતી નહોતી કે સોમાલિયામાં ક્યાં છે. મોગાદિશૂ એક જગ્યા છે જ્યાં રોજ 10-15 બ્લાસ્ટ થાય છે. ઑપરેશન મુશ્કેલ હતુ, અમારે દસ્તાવેજ તૈયાર કરવાના હતા જેથી તેને બચાવી શકાય. અમારા માટે આ શક્ય નહોતુ કે લાંબા સમય સુધી મહિલાને સોમાલિયામાં રાખીએ. સાસરિયાવાળાથી બચાવ્યા બાદ આફરીન દેશથી બહાર ન જઈ શકી કારણકે સોમાલિયા ઈમિગ્રેશનના અધિકારી મહિલાને તેના બાળકો સાથે દેશમાંથી બહાર જવાની મંજૂરી નહોતા આપી રહ્યા.

પીએમના આભારી

પીએમના આભારી

અધિકારીએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી કાર્યાલયના હસ્તક્ષેપ બાદ ચારે લોકોને સોમાલિયાથી ઈથોપિયા એરલાઈન્સમાં એડિસ અબાબા જવાની મંજૂરી મળી ગઈ જ્યાંથી તે મુંબઈની ફ્લાઈટ લેશે ત્યારબાદ તે હૈદરાબાદ એરપોર્ટ પહોંચશે. આફરીનના ભાઈ સૈયદ રહીમે કહ્યુ કે અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારબાદ જ અમે ખુશ થઈ શકીશુ. અમે વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રીના ખૂબ ખૂબ આભારી છીએ.

આ પણ વાંચોઃ પીએમ મોદીની જીત માટેના કલ્યાણ સિંહના નિવેદનને ECએ માન્યુ આચાર સંહિતાનું ઉલ્લંઘનઆ પણ વાંચોઃ પીએમ મોદીની જીત માટેના કલ્યાણ સિંહના નિવેદનને ECએ માન્યુ આચાર સંહિતાનું ઉલ્લંઘન

English summary
PM Narendra Modi intervened to rescue hyderabad women and her three daughter from Somalia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X