For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાલીગંજમાં બોલ્યાં મમતા બેનરજી- દેશમાં કોરોનાની બીજે લહેર માટે પીએમ મોદી જવાબદાર

કાલીગંજમાં બોલ્યાં મમતા બેનરજી- દેશમાં કોરોનાની બીજે લહેર માટે પીએમ મોદી જવાબદાર

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના કાલીગંજમાં એટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમમે કહ્યું કે પાછલા 6 મહિનામાં કોરોનાને લઈ પીએમ મોદીએ કોઈ રણનીતિ કેમ નથી બનાવી? તમારે આનો જવાબ આપવો પડશે. દેશમાં કોરોનાની બીજી લહેર માટે પીએમ જવાબદાર છે. જો તેમણે યોગ્ય સમય પગલાં ઉઠાવ્યાં હોત તો આ નોબત ના આવત.

pm modi

અગાઉ રવિવારે મમતા બેનરજડીએ બૈરકપુરમાં ચૂંટણી રેલી દરમ્યાન પણ પીએમ મોદી પર દેશમાં કોરોનાના વધતા મામલાને લઈ નિશાન સાધ્યું હતું. રેલી દરમ્યાન તેમણે કહ્યું હતું કે પીએમ મોદી કોરોનાની બીજી લહેર સંભાળી નથી શકતા, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન સંક્રમણના મામલાની સંખ્યા રોકવાની યોજના બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. મમતા બેનરજીએ કહ્યું કે મોદીએ પાછલા પાંચ-છ મહિનામાં મેડિલ ઑક્સીજન અને રસીની સપ્લાઈના સંભાવિત સંકટ પર ધ્યાન આપવા માટે કંઈ નથી કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે પોતાના દેશમાં રસીની કમી છતાં વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી ચમકાવવા માટે બીજા દેશમાં રસીનું એક્સપોર્ટ કર્યું.

ટીએમસી પ્રમુખે કહ્યું કે દેશમાં કોરોનાના વર્તમાન હાલાત માટે પીએમ જ જવાબદાર છે. તેમણે આ વર્ષ માટે કોઈ પ્રશાસનિક યોજના નથી બનાવી. તેમણે આગળ કહ્યું કે ભાજપે ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિત આખા દેશને આ સ્થિતિ પર લાવીને ઉભો કરી દીધો છે. બીજા દેશોને કોરોના વેક્સીન આપવાને લઈ તેમણે કહ્યું કે આખી દુનિયાની મદદ કરી રહ્યા છે તેમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ પહેલા આપણા દેશની જરૂરતો પૂરી કરો. તમને માત્ર વૈશ્વિક સમુદાયોમાં સારી છબી ચમકાવવાની ચિંતા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 2.74 લાખ નવા મામલા સામે આવ્યા છે, જે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના મામલા છે.

કયા હોસ્પિટલમાં બેડ, ઑક્સીઝન, રેમડેસિવિર અને પ્લાઝ્મા ઉપલબ્ધ છે? એક ક્લિકમાં જાણો આખા ગુજરાતની માહિતીકયા હોસ્પિટલમાં બેડ, ઑક્સીઝન, રેમડેસિવિર અને પ્લાઝ્મા ઉપલબ્ધ છે? એક ક્લિકમાં જાણો આખા ગુજરાતની માહિતી

English summary
PM Narendra Modi is responsible for second wave of Coronavirus says mamata benrjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X