સારા દિવસો માટે વડાપ્રધાને આપી 10 સૂત્રોની ફોર્મ્યૂલા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 મે: ગુજરાતના લોકપ્રિય નેતા અને દેશના નવનિયુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સારા દિવસો લાવવા માટે ગુજરાત મોડેલ દેશભરમાં લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટ મંત્રીઓ સાથેની બેઠકમાં મંત્રીઓને ઘણાબધા સલાહ-સૂચનો અને નિર્દેશનો આપ્યા છે.

નરેન્દ્ર મોદીએ પોતાના 'મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ'ના મંત્રને રાષ્ટ્રના વિકાસમાં પણ લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. સૌથી પહેલા તો મોદીએ પોતાનું મંત્રીમંડળ નાનું કરી દઇને સરકારના વર્ષે 25 કરોડનો ખર્ચ બચાવ્યો છે. નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને જણાવી દીધું છે કે તેઓ ભાઇ-ભત્રીજાવાદથી દૂર રહે. વડાપ્રધાને મંત્રીઓને જણાવ્યું કે લોકોના પેન્ડીંગ પ્રશ્નોને હલ કરો, રાજ્યોમાંથી આવતી ચિઠ્ઠીઓ પર ધ્યાન આપો અને તેમના ઉત્તર આપો. સોશિયલ સાઇટ્સ પર લોકો સાથે ઇન્ટરેક્ટ થાઓ.

નરેન્દ્ર મોદીએ આજે મળેલી કેબિનેટ બેઠકમાં સુસાશનના મુદ્દા પર ભાર આપવા મંત્રીઓને નિર્દેશ કર્યા છે. મોદીએ આ ઉપરાંત વિકાસ માટે 10 સૂત્રોની નવી ફોર્મ્યૂલા આપી છે. જાણો મોદીના ગુડ ગવર્નન્સના 10 સૂત્રો કયા કયા છે.

નોકરશાહોનું મનોબળ:

નોકરશાહોનું મનોબળ:

અધિકારીઓને સરકારનું સમર્થન મળે, જેથી તેઓ નીતિઓને જમીની સ્તરે અમલી બનાવી શકે.

નવા સૂચનોનું સ્વાગત:

નવા સૂચનોનું સ્વાગત:

અધિકારી હોય કે જનતા, તમામ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પોતાનો વિચાર રજૂ કરી શકે છે. મંત્રીઓ ફેસબુક અને ટ્વિટર પર લોકોના મત માગે. અધિકારી પોતાના પ્લાનની બ્લૂપ્રિંટ તૈયાર કરી વડાપ્રધાન અથવા પોતાના મંત્રીનો સંપર્ક કરે.

શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, માર્ગ:

શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, માર્ગ:

જો પ્રાથમિક જરૂરીયાતો જ પૂરી નહીં થાય, તો વિકસિત દેશ કેવી રીતે બનશે. માટે સરકારને સૌથી પહેલા શિક્ષણ, દરેક ગામ-ગલી-શહેરને સ્વાસ્થ્ય સુવિધા, ચોખ્ખુ પિવાનું પાણી, ખેતરમાં પાણી અને સુગમ વાહન વ્યવહાર માટે માર્ગો ઉપલબ્ધ કરાવવા પડશે.

સરકારમાં પારદર્શિતા:

સરકારમાં પારદર્શિતા:

કરપ્શન આખા દેશ માટે ચિંતાનો વિષય છે. અને તેના સુધારની શરૂઆત ઉપરથી થવી જોઇએ. નવી સરકારની દરેક નીતિ, દરેક પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શી હોવી જોઇએ.

આંતરિક મંત્રાલય તાલમેલ માટે વ્યવસ્થા:

આંતરિક મંત્રાલય તાલમેલ માટે વ્યવસ્થા:

એક મંત્રાલયની ફઆઇલ બીજા મંત્રાલયમાં અટકી રહે છે. પરિણામે, વિકાસ કાર્ય ઠપ્પ થઇ જાય છે અને આરોપ શરૂ થઇ જાય છે. તેને દૂર કરવા માટે તમામ મંત્રાલયોની વચ્ચે તાલમેલની એક નવી વ્યવસ્થા હશે.

પ્રજાને આપેલા વચનો પૂરા કરવા માટે સિસ્ટમ:

પ્રજાને આપેલા વચનો પૂરા કરવા માટે સિસ્ટમ:

જનાદેશ જનતાને વચનો આપ્યા બાદ મળે છે. એ નક્કી કરવાનું રહેશે કે વચનો કરવામાં આવ્યા છે, તેને સમયબદ્ધ રીતે પૂરા કરવામાં આવે. આના માટે સતત ચૂંટણી ઢંઢેરાના બિંદુઓને આધાર પર બની રહેલી નીતિયો અને તેના પરિણામોનું મૂલ્યાંકન થાય.

અર્થવ્યવસ્થાને પટરી પર લાવવાની કોશિશ:

અર્થવ્યવસ્થાને પટરી પર લાવવાની કોશિશ:

દેશની આશા મોટી છે અને તે વધી રહેશે. જો મોંઘવારી ઓછી નહીં થાય, રોજગારના સાધનો નહીં વધે, જીડીપીનું સ્વાસ્થ્ય નહીં સુધરે તો આ બધું નિરાશામાં ફેરવાઇ જશે. પોલિસીના લેવલ પર સુધાર કરી, પૂરતા નિર્ણયો કરી અને વિકાસના કામોમાં ઝડપ લાવીને અર્થવ્યવસ્થાને પટરી પર લાવવાની છે.

સંસાધનો અને રોકાણ માટે રિફોર્મ:

સંસાધનો અને રોકાણ માટે રિફોર્મ:

અર્થવ્યવસ્થાને પટરી પર લાવવા માટે રોકાણને પ્રોત્સાહન આપવું પડશે. આની રાહમાં આવેલી અડચણો હટાવવી પડશે. તેની સાથે જ સંસાધનોની લૂટ રોકવા, પરંતુ તેના સઘળા ઉપયોગ માટે પણ નીતિયોમાં સુધાર કરવું પડશે.

નિર્ધારિત સમયગાળામાં નીતિયો પર અમલ:

નિર્ધારિત સમયગાળામાં નીતિયો પર અમલ:

યોજનાઓ બને છે અને તેની ઉપર ફાઇલોનો અંબાર લાગી જાય છે. જરૂરીયાત છે કે દરેક કામની એક નિર્ધારિત સમય સીમા હોય અને ઉત્તરદાયિત્વ નક્કી કરવામાં આવે. કોર્પોરેટ ભાષામાં કહીએ તો સમય પર યોગ્ય ડિલીવરી પર ભાર.

સરકારી નીતિયોમાં સ્થિરતા અને નિરંતરતા:

સરકારી નીતિયોમાં સ્થિરતા અને નિરંતરતા:

વિદેશી રોકાણકાર હોય અથવા નોકરશાહી, સૌને એ જ ડર રહે છે કે ખબર નથી ક્યારે સરકાર બદલાઇ જાય, કે પછી ખબર નથી ક્યારે સરકારની નીતિ યૂટર્ન લઇ લે. આ ખોટું છે. સરકારી નીતિ સ્પષ્ટ હોવી જોઇએ, સાથે સાથે તે દીર્ઘકાલિન અને નિરંતર હોવી જોઇએ, જેથી સૌનું વિઝન સ્પષ્ટ હોય.

English summary
The new Prime Minister of India -- Narendra Modi, unlike his predecessor Dr Manmohan Singh, hinted that it would not be an easy task for his ministers to work under him. The PM issued strict guidelines for the ministers restricting their power within the ministries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X