For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજીની યાત્રા પર રવાના થશે મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 નવેમ્બર: દેશની એક્ટ ઇસ્ટ નીતિને ગતિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશ મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજીની 10 દિવસીય યાત્રા પર રવાના થઇ રહ્યાં છે. આ દરમિયાન તે કેટલાક મહત્વપૂર્ણ બહુસ્તરીય અને દ્રિપક્ષીય શિખરમાં ભાગ લેશે.

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં તે 15 નવેમ્બરના રોજ વિશ્વની સૌથી વિકસિત અને મજબૂત અર્થવ્યવસ્થાવાળા દેશોના સમૂહ-20ની વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ તે કેનબરામાં ઓસ્ટ્રેલિયાના પોતાના સમકક્ષ ટોની એબટ સાથે અલગથી દ્રિપક્ષીય વાર્તા કરશે.

narendra-modi

નરેન્દ્ર મોદી 1986 બાદ ઓસ્ટ્રેલિયા જનાર ભારતના પ્રથમ વડાપ્રધાન હશે. આ પહેલાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ત્યાં ગયા હતા. ત્યારબાદ વડાપ્રધાન 19 ડિસેમ્બરના રોજ એક દિવસની અંગત યાત્રા પર જશે. કોઇ ભારતીય વડાપ્રધાનની ફિજી યાત્રા 33 વર્ષ બાદ થશે. આ પહેલાં 1981માં તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધી ત્યાં ગઇ હતી.

વડાપ્રધાનની આ 10 દિવસીય યાત્રાની શરૂઆત મ્યાંમાથી થશે જ્યાં તે આસિયાન-ભારત શિખર બેઠક અને પૂર્વી એશિયા શિખર બેઠકમાં ભાગ લેશે. મ્યાંમારની રાજધાની ને-પી-તામાં 12 થી 13 નવેમ્બરના રોજ બેઠક થશે.

ઓસ્ટ્રેલિયામાં 15 નવેમ્બરના રોજ સમૂહ-20ની બેઠકમાં ભાગ લીધા બાદ તે ઓસ્ટ્રેલિયા સાથે દ્રિપક્ષીય સંબંધોને વધારવા માટે 16થી 18 નવેમ્બર સુધી સિડની, કેનબરા અને મેલબોર્ન જેવા મશહૂર ત્યાંના શહેરોમાં જશે.

નરેન્દ્ર મોદી એબટથી વાર્તા કરવા ઉપરાંત કે ઓસ્ટ્રેલિયાની સંઘીય સંસદને સંબોધિત કરશે. સપ્ટેબરમાં એબટની ભારત યાત્રા બાદ નરેન્દ્ર મોદીની તેમની સાથે બીજી મુલાકાત હશે. એબટે નરેન્દ્ર મોદીના સન્માનમાં દુનિયાના મશહૂર અને 161 વર્ષ જૂના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં સ્વાગત સમારોહ રાખ્યો છે.

નરેન્દ્ર મોદી સિડનીના ઓલંપિક પાર્કમાં આયોજિત એક સ્વાગત સમારોહમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. તેમણે તાજેતરમાં જ ટ્વિટના માધ્યમથી કહ્યું હતું, મારી ઓસ્ટ્રેલિયા યાત્રા ખાસ અને ઐતિહાસિક હશે.ગત 28 વર્ષોમાં કોઇ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ દ્રિપક્ષીય યાત્રા હશે.

વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) અનિલ વાધવાએ નરેન્દ્ર મોદીની યાત્રા વિશે સોમવારે કહ્યું કે વડાપ્રધાનની આ ઐતિહાસિક યાત્રા હશે અને તેનો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયા સાથે સંબંધોને નવી ઉંચાઇઓ પર લઇ જવાનો છે. સમૂહ-20ની બેઠકમાં વડાપ્રધાન દ્વારા રોજગાર રહિત વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી શકાય છે. આ વાત પર ભાર મૂકી શકે છે કે રોજગાર પેદા કરનારી અર્થવ્યવસ્થા વૃદ્ધિ પર ધ્યાન આપવામાં આવે.

વડાપ્રધાન સીમા પાર કર ચોરી જેવી સમસ્યાઓના નિવારણ માટે પણ અપીલ કરી શકે છે. વિદેશોમાં જમા ભારતીય કાળા નાણાને પરત લાવવાના સરકારના પ્રયત્નો હેઠળ તેને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

English summary
Prime Minister Narendra Modi on Tuesday left for a 10-day foreign tour that till take him first to neighbouring Myanmar and then to Australia and Fiji.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X