For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી 30 મેં દરમિયાન પ્રધાનમંત્રી પદની શપથ લેશે

લોકસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ચુક્યા છે. લોકસભાની 542 સીટોમાંથી એનડીએ 350 જેટલી સીટો સુધી પહોંચી છે, જયારે કોંગ્રેસ 50 સીટોમાં જ સમેટાઈ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ચુક્યા છે. લોકસભાની 542 સીટોમાંથી એનડીએ 350 જેટલી સીટો સુધી પહોંચી છે, જયારે કોંગ્રેસ 50 સીટોમાં જ સમેટાઈ ચુકી છે. હવે લોકોને નરેન્દ્ર મોદીના શપથ લેવાનો ઇંતેજાર છે. ખબર આવી રહી છે કે પીએમ મોદી 30 મેં દરમિયાન પ્રધાનમંત્રી પદની શપથ લેશે. આપને જણાવી દઈએ કે પરિણામો આવવાના બીજા જ દિવસે તેમને લાલ કૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી, તેમના આશીર્વાદ લીધા અને આજે તેઓ મુરલી મનોહર જોશી સાથે પણ મુલાકાત કરશે.

Narendra Modi

કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં મળેલી શર્મનાક હારને કારણે પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાની જવાબદારી લેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામુ આપી દીધું છે.

લોકસભા ચૂંટણી 2019માં મળેલ હાર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંદી સમક્ષ અધ્યક્ષ પદેથી રાજીનામું રજૂ કર્યું છે, સૂત્રો મુજબ રાહુલ ગાંધીના રાજીનામાની વાત પર સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓએ તેમને સમજાવ્યા કે આવી વાત પાર્ટી ફોરમમાં રાખવી જોઈએ, જો કે કોંગ્રેસે આ બધી જ વાતોનું ખંડન કર્યું છે. જો કે રાહુલ ગાંધીના રાજીનામાના અહેવાલો વાળી વાતને પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાએ નકારી કાઢી છે, તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ અહેવાલ પાયાવિહોણા છે અને રાહુલ ગાંધીએ આવી કોઈ રજૂઆત નથી કરી.

English summary
PM Narendra Modi meets senior BJP leader LK Advani,will take oath on 30 may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X