For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી બે દિવસના પ્રવાસે દક્ષિણ કોરિયા રવાના, સિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે પોતાની બે દિવસીય પ્રવાસ પર દક્ષિણ કોરિયા રવાના થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે પોતાની બે દિવસીય પ્રવાસ પર દક્ષિણ કોરિયા રવાના થઈ ગયા છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે પીએમના પ્રવાસથી દક્ષિણ કોરિયા સાથે ભારતની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે અને લુક ઈસ્ટ નીતિમાં નવો પડાવ જોડાશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના પ્રવાસ અંગે ટ્વીટ કર્યુ. આપણે દક્ષિણ કોરિયાને એક મૂલ્યવાન મિત્ર માનીએ છીએ જેની સાથે આપણી વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી છે. આ પ્રવાસથી દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન મળશે.

pm modi

અહીં શુક્રવારે મોદીને વિશ્વ આર્થિક સહયોગ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે સિયોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. સિયોલ પીસ પ્રાઈસ કલ્ચરલ ફાઉન્ડેશને ઓક્ટોબરમાં આની ઘોષણા કરી હતી. પીએમ મોદી પોતાના સમયમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સહિત અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય બાબતો પર વાતચીત કરશે અને સિયોલમાં એક વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.

જુલાઈ 2018માં દ્વિપક્ષીય શિખર સંમેલન માટે કોરિયાઈ રાષ્ટ્રપતિ મૂન ભારત પ્રવાસ કરી ચૂક્યા છે. તેમની પત્ની મેડમ કિમ-જંગે નવેમ્બર 2018માં અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલોઃ ભારતના દોસ્ત રશિયાએ કહ્યુ, મસૂદ અઝહરને બેન કરોઆ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલોઃ ભારતના દોસ્ત રશિયાએ કહ્યુ, મસૂદ અઝહરને બેન કરો

English summary
PM Narendra Modi on a two day visit to South Korea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X