પ્રધાનમંત્રી મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના ધન્યવાદ અભિભાષણ પર આપશે જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્રની શરુઆત પોતાના ધન્યવાદ અભિભાષણથી કરી હતી જેના પર આજે પ્રધાનમંત્રી મોદી જવાબ આપશે. તમને જણાવી દઈએ કે બજેટ સત્રની શરુઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણથી થઈ હતી બજેટનો પહેલો હિસ્સો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો હિસ્સો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના બજેટ અભિભાષણ દરમિયાન સરકારના કામકાજની પ્રશંસા કરીને કહ્યુ હતુ કે છેલ્લા સાત મહિનામાં દેશમાં 48 અબજ ડૉલરનુ રોકાણ આવ્યુ છે કે જે વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યે વધતા વિશ્વાસને દર્શાવે છે.

modi

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કહ્યુ હતુ કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર આજે 630 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે. આપણી નિકાસ ઝડપથી વધી રહી છે. આપણે સતત છેલ્લા રેકૉર્ડ તોડી રહ્યા છે. ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે આપણી નિકાસ 300 અબજ ડૉલરની હતી કે જે 22 લાખ કરોડ રુપિયાથી વધુની છે. વર્ષ 2020ની સરખામણીમાં આ લગભગ 50 ટકા વધુ છે. ભાજપ તરફથી આઠ તારીખે જે વ્હીપ જાહેર કરવામાં આવ્યુ છે તેમાં કહેવામાં આવ્યુ છે કે પાર્ટીના બધા રાજ્યસભા સભ્યોને સૂચિત કરવામાં આવે છે કે મંગળવાર 8 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં અમુક ખૂબ મહત્વપૂર્ણ કામકાજ અને બિલ પાસ થવાના છે માટે પાર્ટીના બધા સભ્યો આ તારીખે આખો દિવસ સંસદમાં હાજર રહે અને સરકારના પગલાનુ સમર્થન કરે.

તમને જણાવી દઈએ કે બજેટ સત્ર દરમિયાન પહેલા સપ્તાહમાં રાજ્યસભાની ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી 100 ટકા રહી છે. આખા સપ્તાહ દરમિયાન અડચણોના કારણે એક વાર પણ રાજ્યસભાને સ્થગિત કરવી પડી નહિ. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં સોમવારે એટલે કે આજે સૌથી પહેલા સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારબાદ તેમના સમ્માનમાં સંસદને કલાક માટે સ્થગિત કરી દેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યુ કે નિર્ણ મુજબ રાજ્યસભા સવારે 10 વાગે શરુ થશે ત્યારબાદ સભાપિત એમ વેંકૈયા નાયડુ મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરશે અને પછી સંસદને એક કલાક માટે સ્થગિત કરી દેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X