For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ કર્યો કટાક્ષ - 1 દિવસમાં 2.5 કરોડ વેક્સીનેશનથી એક રાજકીય પાર્ટીને તાવ ચડી ગયો, જુઓ Video

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે(18 સપ્ટેમ્બર) હેલ્થકેર વર્કર્સ અને કોરોના વાયરસ વેક્સીનના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે(18 સપ્ટેમ્બર) હેલ્થકેર વર્કર્સ અને કોરોના વાયરસ વેક્સીનના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી છે. આ દરમિયાન ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ સંવાદ સંમેલનમાં ભાગ લીધો. એક સોશિયલ એક્ટિવિસ્ટ સાથે વાત કરીને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'દેશે જો પોતાના સંકલ્પ સિદ્ધ કરવા હોય તો અમારી કોશિશોમાં સહુના પ્રયાસો પણ ખૂબ જરૂરી છે. તમારા પ્રયાસથી ગોવાએ વેક્સીનેશનમાં ઉપલબ્ધિ મેળવી છે. તમારી જેમ દરેક સમાજ સેવા કરનાર લાખો લોકો છે. હું તમને અભિનંદન આપુ છુ.' આ વીતચીત દરમિયાન પીએમ મોદીએ અનોખા અંદાજમાં કોંગ્રેસ પાર્ટી સહિત તમામ વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.

modi

પીએમ મોદીએ કહ્યુ - કાલનો દિવસ મારા માટે બહુ ખાસ બનાવવામાં આવ્યો

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'કાલનો દિવસ (17 સપ્ટેમ્બર) મારા માટે બહુ ખાસ બનાવવામાં આવ્યો હતો. આરોગ્ય ક્ષેત્રના લોકોએ કાલે જે રીતે વેક્સીનેશનનો રેકૉર્ડ બનાવ્યો છે તે બહુ મોટી વાત છે. જન્મદિવસ આવશે અને જશે પરંતુ કાલનો દિવસ મારા દિલને સ્પર્શી ગયો. હું બધાનો આભાર માનુ છુ.' ગઈ 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો 71મો જન્મદિવસ હતો. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસ પર દેશભરમાં 2.5 કરોડ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ અનોખા અંદાજમાં કર્યો કટાક્ષ

પીએમ મોદીએ એક ડૉક્ટર સાથે વાત કરીને કહ્યુ, 'જ્યારે તમારા કહેવાથી લોકોએ વેક્સીન લગાવી તો શું તમે એ લોકો સાથે કોઈ વાત કરી? કોવિડ વેક્સીનેશનને લઈને એ લોકોનુ શું મંતવ્ય છે? હું બીજી એક વાત પૂછવા માંગુ છુ કે ના તો હું કોઈ વૈજ્ઞાનિક છુ.. ના હું ડૉક્ટર છુ.. અમે સાંભળ્યુ છે કે વેક્સીન લીધા પછી અમુક લોકોને રિએક્શન થાય છે, તાવ આવે છે અને એમ પણ કહે છે કે બહુ વધુ તાવ આવે તો માનસિક સંતુલન પણ જતુ રહે છે.. પરંતુ હું જાણવા માંગુ છુ કે કાલે અઢી કરોડથી વધુ લોકોએ એક દિવસમાં વેક્સીનનો ડોઝ લગાવ્યો છે, તેમાંથી લોકોને રિએક્શન આવ્યા તો હું માની શકુ છુ પરંતુ મે સાંભળ્યુ છે કે કાલે 2.5 કરોડ લોકોને વેક્સીન અપાઈ પરંતુ કાલે રાતે 12 વાગ્યા પછી એક રાજકીય પાર્ટીને રિએક્શન થયુ છે, તેમને તાવ ચડી ગયો છે, આનુ કોઈ લૉજિક હોઈ શકે છે શું?'

આરોગ્યકર્તા ડૉ. નિતિન ધૂપદલે પીએમ મોદીની વાત સાંભળીને ઠહાકા મારીને હસવા લાગ્યા અને જણાવ્યુ કે કેવી રીતે તેમણે લાભાર્થીઓને રસીકરણ બાદ સંભવિત દુષ્પ્રભાવો વિશે જણાવ્યુ અને આવા કેસોમમાં શું કરવુ જોઈએ એ અંગે પણ માહિતી આપી છે.

English summary
PM Narendra Modi says after 2.5 cr vaccinations a political party reacted they're experiencing fever
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X