For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુર્વેદથી થશે Coronavirusનો ઈલાજ, પીએમ મોદીએ ટાસ્ક ફોર્સ બનાવી

આયુર્વેદથી થશે Coronavirusનો ઈલાજ, પીએમ મોદીએ ટાસ્ક ફોર્સ બનાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આયુષ મંત્રી શ્રીપદ નાઈકે પહેલા પણ દાવો કર્યો કે આયુર્વેદથી કોરોનાનો ઈલાજ શક્ય છે. હવે તેમણે જાણકારી આપતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આના માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. આયુર્વેદ દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો ઈલાજ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે એક પગલું ભર્યું છે, જે અંતર્ગત ટાસ્ક ફોર્સની રચના કરી છે.

Coronavirus

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈકે શનિવારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદની વૈજ્ઞાનિક માન્યતા માટે એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે. તેમણે ન્યૂજ એજન્સી એએનઆઈથી વાત કરતા જાણકારી આપી કે આયુર્વેદમાં કોરોનાના ઈલાજની સંભાવના તલાશવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસના ઉપચારમાં ઉપયોગ માટે આઈસીએમઆર જેવા અનુસંધાન સંસ્થાનો દ્વારા આયુર્વેદ અને પારંપારિક ઈલાજની માન્યતા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ આયુર્વેદમાં કોરોનાના ઈલાજ માટે કામ કરશે.

આયુષ મંત્રીએ કહ્યું કે આને લઈ તેમને 2000 પ્રસ્તાવ મળ્યા છે, જેમાંથી કેટલાકે વૈજ્ઞાનિક માન્યતાનું આંકલન કર્યા બાદ આઈએમસીઆરને મોકલવાાં આવ્યું છે. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે આયુર્વેદ જેવી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને કોરોના વાયરસના ઈલાજ માટે સાવચેતીના પગલાના ભાગરૂપે ઉપયોગમાં કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે બારતમાં કોરોના વાયરસથી સંક્રમણના મામલા તેજીથી વધ્યા છે. પાછલી 24 કલાકમાં 909 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના મામલા 8 હજારને પાર કરી ચૂક્યા છે. જ્યારે કોરોના સંક્રમણથી મરનારની સંખ્યા 276ને પાર પહોંચી ગઈ છે.

Coronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોતCoronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોત

English summary
PM Narendra Modi Sets Up Task Force for Scientific Validation of Ayurveda for Treatment of Coronavirus, Says Shripad Naik
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X