હિમાચલમાં ભ્રષ્ટ સરકારને કારણે વિકાસ થંભી ગયો છે: PM મોદી

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં લૂહણૂ મેદાનમાં ભાજપની આભાર રેલી સંબોધિત કરી હતી. તેમણે પ્રદેશની વીરભદ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું કે, હિમાચલમાં જમાનતી સરકાર ચાલે છે. હિમાચલના મુખ્યમંત્રી અને તેમનો પરિવાર જમાનત પર ચાલે છે. હવે સમય આવી ગયો છે કે આ જમાનતી સરકારને મુક્તિ આપવામાં આવે. તેમણે લોકોને આ અંગે પ્રશ્ન કર્યો કે, તમે આ જમાનતી સરકારને કેમ નથી બદલતા? ક્યાં સુધી જમાનતી સરકારને ઝેલશો? પીએમ મોદીએ આગળ કહ્યું કે, કોંગ્રેસ નેતાઓના ભ્રષ્ટાચારના મામલાને કારણે દેશ શરમજનક પરિસ્થિતિમાં મુકાયો છે, પરંતુ વર્તમાન સરકારમાં ભ્રષ્ટાચારનો એક પણ મામલો આજ સુધી સામે નથી આવ્યો. હિમાચલમાં ભ્રષ્ટ સરકારને કારણે વિકાસ થંભી ગયો છે અને પ્રદેશ ખોખલો થઇ ગયો છે.

narendra modiu at himachal

નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય અંશો વાંચો અહીં...

  • સિક્કિમ જેવું નાનું રાજ્ય આગળ વધી શકે, તો હિમાચલ કેમ નહીં? હિમાચલને પરિવર્તનનની જરૂર છે. હિમાચલ પ્રત્યે કેન્દ્ર સરકારનું વલણ હંમેશા સકારાત્મક રહ્યું છે.
  • પ્રેદશમાં હાલ કેન્દ્રિય મદદથી 13 પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે, કુલ 15 હજાર કરોડની મદદ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. આના પરથી જ સાબિત થાય છે કે, વર્તમાન સરકાર કોઇ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતી.
  • બિલાસપુરનો ગોવિંદ સાગર ગુરૂ ગોવિંદ સિંહની યાદ અપાવે છે. બિલાસપુરવાસીઓના ત્યાગ અને બલિદાનને કારણે જ આજે ભાખડા નંગલ ડેમ બનીને તૈયાર થયો છે, જેને કારણે હરિયાણા અને રાજસ્થાનમાં પરિવર્તન આવ્યા અને દેશમાં કૃષિ ક્રાંતિ આવી.
  • ગોવિંદ સાગર બિલાસપુરના લોકોના ત્યાગ અને પ્રેમની ગાથા વર્ણવે છે. જે ત્યાગ અહીંના લોકોએ કર્યો, તેને કારણે પંજાબ અને હરિયાણા હર્યા-ભર્યા છે. દેશના લોકોને અન્ન મળ્યું, એ માટે અહીંના લોકોએ ત્યાગ કર્યો છે.
  • દેશમાં જ્યારે કૃષિની વાત આવે છે ત્યારે અહીંના લોકોનો ત્યાગ સુવર્ણ અક્ષરે અંકાય છે.
  • એમ્સ હિમાચલ માટે સંજીવની સાબિત થશે, તેનાથી હિમાચલમાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. હિમાચલ ઉપરાંત દેશ-વિદેશથી આવતા સહેલાણીઓ માટે પણ એમ્સ ફાયદાકારક સાબિત થશે.
  • ભારતની રક્ષામાં હિમચાલના યુવાનો ક્યારેય પાછળ નથી ખસ્યા. ભારતની કોઇ એવી લડાઇ નથી, જેમાં હિમચાલી સપૂતોએ બલિદાન ન આપ્યું હોય.
English summary
Pm Narendra Modi's speech in Bilaspur, Himachal Pradesh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.