For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અવિશ્વાસ પ્રસ્તાવઃ પીએમ મોદીના ભાષણની 10 મહત્વની વાતો

પીએમ મોદીએ કહ્યુ કે અવિશ્વાસ પ્રસ્તાવ લોકતંત્રની નિશાની છે. આજે દેશે સંસદમાં વિપક્ષની નકારાત્મકતા જોઈ.

|
Google Oneindia Gujarati News

સંસદના મોન્સુન સત્રના ત્રીજો દિવસ ઘણો રસપ્રદ રહ્યો. દિવસભર એક પછી એક ઘટના ક્રમ જોવા મળ્યો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જ્યાં વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યુ ત્યાં રાહુલ ગાંધી પીએમ મોદીને જાદૂની ઝપ્પી આપતા જોવા મળ્યા. અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યુ કે અવિશ્વાસ પ્રસ્તાવ લોકતંત્રની નિશાની છે. આજે દેશે સંસદમાં વિપક્ષની નકારાત્મકતા જોઈ.

અવિશ્વાસ પ્રસ્તાવ એ બતાવે છે કે આ દેશમાં લોકતંત્ર જીવિત છે

અવિશ્વાસ પ્રસ્તાવ એ બતાવે છે કે આ દેશમાં લોકતંત્ર જીવિત છે

1- પીએમ મોદીએ કહ્યુ કે સાથીઓની પરીક્ષા લેવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ ન લાવવો જોઈએ. લોકતાંત્રિક પ્રક્રિયાઓ પર ભરોસો જરૂરી છે, સવા સો કરોડ દેશવાસીઓ પર અવિશ્વાસ ના કરો. લોકતંત્રમાં લોકતાંત્રિત પ્રણાલિયો પર ભરોસો હોવો જોઈએ. અવિશ્વાસ પ્રસ્તાવ એ દર્શાવે છે કે આ દેશમાં લોકતંત્રી જીવિત છે. લોકતંત્રમાં જનતા ભાગ્ય વિધાતા હોય છે. પીએમ મોદીએ કહ્યુ કે સારો મોકો છે એ જોવાનો કે કેવી નકારાત્મક રાજનીતિએ કેટલાક લોકોને ઘેરી રાખી છે અને હવે તેમનો ચહેરો સજીધજીને બહાર આવ્યો છે.
પીએમ મોદીએ રાહુલ ગાંધીના ગળે મળવા પર કટાક્ષ કરતા બોલ્યા, ‘આજે સવારે ઉતાવળમાં કોઈ કહી રહ્યુ હતુ કે ઉઠો-ઉઠો.' તેમને ખુરશી પર બેસવાની કેટલી જલ્દી છે. 2 - મહાગઠબંધન પર મજાક કરતા પીએમ મોદીએ કહ્યુ કે આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી. વિપક્ષનો ફોર્સ્ડ ટેસ્ટ છે. ‘મને ના કોઈ ઉઠાવી શકે ના કોઈ પાડી શકે.' પીએમ મોદીએ કહ્યુ કે, અમે 18 હજાર ગામોમાં વિજળી પહોંચાડી છે. પૂર્વી ઉત્તર ભારતના 15 ગામોમાં વિજળી પહોંચાડવાનું કામ કર્યુ છે. આના પર પણ વિપક્ષને વિશ્વાસ નથી. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે અમે ડિજિટલ લેવડદેવડની વાત કરવા લાગ્યા તો સંસદમાં બેઠેલા લોકો કહેવા લાગ્યા કે આપણા દેશમાં લોકો અભણ છે. એવા લોકોને આપણા દેશની જનતાએ તમાચો માર્યો છે. તેમની આ જ માનસિકતા ખોટી છે.

કોંગ્રેસનો પોતાના પર અવિશ્વાસ છે

કોંગ્રેસનો પોતાના પર અવિશ્વાસ છે

3 - પીએમે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દે કહ્યુ કે, ‘સરકારે 8 કરોડ શૌચાલય બનાવ્યા. 2 વર્ષમાં 5 કરોડથી વધુ લોકો ગરીબીથી બહાર આવ્યા. મોબાઈલ ફોન બનાવનારી કંપનીઓ 2 હતી. આજે 120 છે.' 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અમે એક પછી એક પગલા લઈ રહ્યા છે. પીએમ મોદીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યુ કે, ‘દેશને વિશ્વાસ છે, દુનિયાને વિશ્વાસ છે, દુનિયાની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓનો વિશ્વાસ છે પરંતુ જેને પોતાના પર વિશ્વાસ ન હોય તે કેવી રીતે વિશ્વાસ કરશે.' કોંગ્રેસને પોતાના પર વિશ્વાસ છે. તેમને ઈવીએમ, ચૂંટણી આયોગ, ન્યાયાલય, આરબીઆઈ જેવી સંસ્થાઓ પર વિશ્વાસ નથી. 4 - રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યુ કે આજકાલ શિવ ભક્તિની વાતો થઈ રહી છે. ભગવાન તમને એટલી શક્તિ આપે કે 2024 માં તમારે ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડે. ‘મારી તમને શુભકામનાઓ છે. રાહુલ પર નિશાન સાધતા પીએમે કહ્યુ કે, ડોકલામના વિષય પર જો જાણકારી ન હોય તો બોલવાથી બચવુ જોઈએ. જે ડોકલામ પર બોલે છે તે ચીની રાજદૂતને મળે છે. દેશની સુરક્ષા અંગે આવી બાલિશ હરકતો ના કરવી જોઈએ.'

મને જેટલી ગાળો આપવી હોય તેટલી આપો પરંતુ દેશના જવાનોને ગાળો ન આપશો

મને જેટલી ગાળો આપવી હોય તેટલી આપો પરંતુ દેશના જવાનોને ગાળો ન આપશો

5 - રાફેલ ડીલ પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે વિપક્ષે રાફેલ પર દેશને ગુમરાહ કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના મામલે સંસદમાં આવી બાલિશ નિવેદન આપવામાં આવ્યા જેને બંને દેશોની સરકારે ફગાવી દેવા પડ્યા. આનાથી દેશની છબીને નુકશાન પહોંચે છે. આનાથી બચવુ જોઈએ. પીએમ મોદીએ સોનિયા ગાંધી પર કટાક્ષ કરતા કહ્યુ કે જે નંબરનો દાવો કરે છે એ તેમનો અહંકાર છે. 1979 માં ચૌધરી ચરણ સિંહજીને પહેલા સમર્થનનો ભ્રમ આપવામાં આવ્યો પછી પાછો લઈ લીધો. તે ખેડૂત નેતાનું અપમાન હતુ. આ ફોર્મ્યુલા લાંબા સમય સુધી ચાલતો રહ્યો. 6 - સર્જીકલ સ્ટ્રાઈક કોંગ્રેસના નિવેદન અંગે કોંગ્રેસ પર હુમલો કરતા પીએમે કહ્યુ કે, તમે સર્જીકલ સ્ટ્રાઈકને જુમલા સ્ટ્રાઈક કહ્યુ, મને જેટલી ગાળો આપવી હોય તેટલી આપો પરંતુ દેશના જવાનોને ગાળો ના આપો. હું આપણી સેનાનું અપમાન સહ્ન ના કરી શકુ. રાહુલ ગાંધીના આંખોમાં આંખ પરોવવાના નિવેદન પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે હા અમે ગરીબ છીએ. અમારી હેસિયત આંખોમાં આંખ પરોવવાની નથી. તમે તો નામદાર છો, અમે તો કામદાર છીએ. જે લોકોએ આંખમાં આંખ નાખવાની કોશિશ કરી તેમની સાથે શું કરવામાં આવ્યુ. ઈતિહાસ સાક્ષી છે.

આજે આખો દેશ જોઈ રહ્યો છે ટીવી પર આંખોનો ખેલ

આજે આખો દેશ જોઈ રહ્યો છે ટીવી પર આંખોનો ખેલ

7 - રાહુલ ગાંધીના આંખ મારવા પર પીએમ એ કટાક્ષ કરતા કહ્યુ કે, આજે આખો દેશ જોઈ રહ્યો છે ટીવી પર આંખોનો ખેલ, કેવી રીતે આંખ ખોલવામાં આવી રહી છે, કેવી રીતે બંધ કરવામાં આવી રહી છે. પીએમે કહ્યુ કે, અમે ચોકીદાર પણ છે, ભાગીદાર પણ છે પરંતુ તમારી જેમ સોદાગર અને ઠેકેદાર નથી. અમે ગરીબો, ખેડૂતો અને નવયુવાનોના સપનાઓના ભાગીદાર છીએ. પીએમે કહ્યુ કે કોંગ્રેસના કારણે તેલંગાનાનો વિવાદ થયો છે. તમે પરિસ્થિતિઓને સમજ્યા વિના આંધ્રપ્રદેશનું વિભાજન કરી દીધુ એટલા માટે આ મુશ્કેલી આવી. ભારત અને પાકિસ્તાનનું વિભાજન પણ તમારી કરતૂત છે. આંધ્રના લોકોની અમને ચિંતા છે. ટીડીપીએ પોતાની અસફળતાઓને છૂપાવવા મમાટે યુ ટર્ન લીધો છે. મે ચંદ્રાબાબુ નાયડુજીને સલાહ આપી હતી. ચંદ્રાબાબુ નાયડુ વાયએસઆરની જાળમાં ફસાઈ ગયા. અટલજીએ ત્રણ રાજ્ય બનાવ્યા હતા - ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ. આ બધુ શાંતિથી થયુ. ત્રણે રાજ્યો સંપન્ન બની રહ્યા છે. કોંગ્રેસે આંધ્રપ્રદેશનુ વિભાજન કર્યુ અને તેમનો વ્યવહાર ત્યારે શરમજનક હતો.'

હિંસા કરનારા સામે કડક કાર્યવાહી થાય

હિંસા કરનારા સામે કડક કાર્યવાહી થાય

9 - પીએમ મોદીએ કહ્યુ, કોંગ્રેસે અર્થવ્યવસ્થાને ખોખલી બનાવી દીધી. 2009 થી 2014 સુધી બેંકોને લૂટવાનો ખેલ ચાલતો રહ્યો. આઝાદીના 60 વર્ષોમાં આપણા દેશના બેંકોએ લોન રૂપે જે રકમ આપી તે 18 લાખ કરોડ હતી પરંતુ 2008 થી 2014 વચ્ચે આ રકમ 18 લાખથી 52 લાખ કરોડ થઈ ગઈ. પીએમે કહ્યુ અમે મહિલાઓને આગળ વધારવાનું કામ કર્યુ છે. ત્રણ તલાકના મુદ્દે અમારી સરકાર મુસ્લિમ મહિલાઓ સાથે છે. બેટી પઢાઓ, બેટી બચાઓ જનઅભિયાન બન્યુ છે. 10 - મોબ લિંચિંગ પર બોલતા મોદીએ કહ્યુ કે હિંસાની કોઈ પણ ઘટના દેશ માટે શરમજનક છે. હું રાજ્ય સરકારોને અપીલ કરુ છુ કે જે આ પ્રકારની હરકતોમાં લિપ્ત હોય તેમને સજા આપો. પીએમે કહ્યુ કે દેશમા રોજગાર અંગે બહુ બધા ભ્રમ ફેલાવામાં આવી રહ્યા છે. સરકારે સિસ્ટમમાં ઉપલબ્ધ રોજગારના આંકડાઓને દર મહિને સરકારના અલગ અલગ વિભાગોમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.

English summary
pm narendra modi speech on no confidence motion in lok sabha bjp congress rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X