For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા જ્યાં તેમણે જલપાઈગુડીમાં એક રેલીને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા જ્યાં તેમણે જલપાઈગુડીમાં એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર જોરદાર નિશાન સાધ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે પશ્ચિમ બંગાળની સરકાર માટીને બદનામ કરી રહી છે અને મનુષ્યને મજબૂર કરી દીધા છે. પશ્ચિમ બંગાળ કે જે પોતાની કલા અને સંસ્કૃતિ માટે ઓળખાતુ હતુ હવે તે હિંસા અને અલોકતાંત્રિક રીતો માટે ચર્ચામાં છે.

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે જે સસ્તુ રાશન બંગાળની જનતાને મળી રહ્યુ છે, મફતમાં રસોઈ ગેસના કનેક્શન મળી રહ્યા છે, સસ્તી દવાઓ મળી રહી છે, તે કેન્દ્ર સરકાર મોકલી રહી છે. એમસી સરકારની તમામ યોજનાઓના નામ પર વચેટીયાનો અધિકાર છે. દીદી, દિલ્લી જવા માટે પરેશાન છે અને બંગાળના ગરીબ અને મધ્યમ વર્ગને સિંડીકેટના ગઠબંધનથી લૂટવા માટે છોડી દીધા છે. દેશના ઈતિહાસમાં આ પહેલી વાર જોવામાં આવ્યુ છે કે કોઈ મુખ્યમંત્રી હજારો ગરીબ લોકોને લૂટનારાના પક્ષમાં ધોળા દિવસે બેસી જાય. આ દરમિયાન પીએમ મોદીએ ત્રણ તલાક કાયદા પર કહ્યુ કે ભરોસો રાખો આ કાયદો હટવા નહિ દઈએ.

આજે પશ્ચિમ બંગાળમાં એક એવા મુખ્યમંત્રી છે જે ગરીબોની મહેનતથી ભેગી કરેલી પાઈ પાઈને લૂટનારાઓ સાથે ઉભા છે. મમતા દીદી, ચિટફંડ ગોટાળાની તપાસથી આટલા કેમ ડરી રહ્યા છો? કેમ જે લોકો પર તપાસમાં બેદરકારી દાખવવાનો આરોપ છે તેમના માટે ધરણા આપી રહ્યા છે. હું ચિટફંડ ગોટાળાના એક એક પીડિતને વિશ્વાસ અપાવુ છે કે તમને આ સ્થિતિમાં પહોંચાડનારાઓને કાયદાના દરવાજા સુધી પહોંચાડવામાં આવશે. આજે દરેક એ વ્યક્તિને મોદીથી કષ્ટ છે જે સંપૂર્ણપણે ભ્રષ્ટ છે. અમે ગરીબોને લૂટતા અને દેશની સેનાને છેતરનારાઓને વિદેશોમાંથી ઉઠાવી લાવી રહ્યા છે અને મહામિલાવટવાળા તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બંગાળના સરકાર દ્વારા ઘૂસણખોરોનું સ્વાગત કરવામાં આવે છે. પરંતુ દુનિયાના સૌથી મોટા રાજકીય દળ, ભાજપના નેતાઓને બંગાળ આવતા રોકવામાં આવે છે. પૂર્ણ બહુમતની સરકારના કારણે જ આજે દેશના વિકાસને ગતિ મળી રહી છે. જો તમે સાડા 4 વર્ષ પહેલા એક મજબૂત સરકાર માટે મત ન આપ્યો હોત તો દશકોથી લટકેલો ભારત-બાંગ્લાદેશ સીમા વિવાદ આજે પણ ન ઉકેલી શકાત.

આ પણ વાંચોઃ મૂર્તિઓના પૈસા જમા કરાવવાના સમાચાર પર સતીષ મિશ્રાનું મોટુ નિવેદનઆ પણ વાંચોઃ મૂર્તિઓના પૈસા જમા કરાવવાના સમાચાર પર સતીષ મિશ્રાનું મોટુ નિવેદન

English summary
PM Narendra Modi target mamata banerjee Govt in Jalpaiguri, West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X