For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે ઈંદોરમાં કરશે બાયો-સીએનજી પ્લાન્ટનુ ઉદઘાટન, જાણો તેના ફાયદા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઈંદોરમાં ગોબર-ધન(બાયો-સીએનજી) પ્લાન્ટનુ ઉદઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર(19 ફેબ્રુઆરી)એ બપોરે 1 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઈંદોરમાં ગોબર-ધન(બાયો-સીએનજી) પ્લાન્ટનુ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) અનુસાર પીએમ મોદીએ હાલમાં જ કચરા મુક્ત શહેર બનાવવાના સમગ્ર દ્રષ્ટિકોણ સાથે સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0નો શુભારંભ કર્યો છે. બાયો-સીએનજી પ્લાન્ટમાં રોજ 550 ટન જૈવિક કચરો અલગ કરવાની ક્ષમતા છે. પીએમઓએ જણાવ્યુ કે આનાથી રોજ લગભગ 17,000 કિલોગ્રામ સીએનજી અને 100 પ્રતિ દિન જૈવિક ખાતરનુ ઉત્પાદન થવાની આશા છે.

modi

જાણો બાયો-સીએનજી પ્લાન્ટ વિશે

  • પ્લાન્ટ ઝીરો લેંડફિલ મૉડલ પર આધારિત છે જેનાથી કોઈ રિજેક્ટ નહિ થાય.
  • આ ઉપરાંત આ પરિયોજનાથી ઘણા પર્યાવરણીય લાભ મળવાની આશા છે - ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં કમી, ખાતર તરીકે જૈવિક ખાતર સાથે હરિત ઉર્જા મેળવવી.
  • ઈંદોર ક્લીન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ પરિયોજનાને લાગુ કરવા માટે બનાવવામાં આવેલ એક વિશેષ પ્રયોજન છે. જેને ઈંદોર નગર નિગમ(આઈએમસી) અને ઈંડો એનવાયરો ઈંટીગ્રેટેડ સૉલ્યુશન્સ લિમિટેડ(આઈઈઆઈએસએલ) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યુ હતુ.
  • આઈઈઆઈએસએલ એક સાર્વજનિક ખાનગી ભાગીદારી મૉડલ હેઠળ 150 કરોડ રૂપિયાના 100 ટકા મૂડી રોકાણ કરી રહ્યુ છે.
  • ઈંદોર નગર નિગમ પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત સીએનજીનુ લઘુત્તમ 50 ટકા ખરીદશે અને પોતાના પ્રકારની પ્રથમ પહેલમાં સીએનજી પર 400 સિટી બસો ચલાવશે.
  • સીએનજીની બાકીની માત્રા ખુલ્લા બજારમાં વેચવામાં આવશે. જૈવિક ખાતર કૃષિ અને બાગકામના ઉદ્દેશો માટે રાસાયણિક ખાતરને બદલવામાં મદદ કરશે.
English summary
PM Narendra Modi to inaugurate Bio-CNG plant in Indore today all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X