કરતારપુર કૉરિડોરઃ પીએમ મોદી કરશે ચેકપોસ્ટનુ ઉદઘાટન, ગુરુદ્વારા બેર સાહેબમાં ટેકવશે માથુ

શ્રી ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ પર પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબના દર્શન કરવા માટે કરતારપુર કૉરિડોરની એકીકૃત તપાસ ચોકી (આઈસીપી)નુ પ્રધાનમંત્રી આજે ઉદઘાટન કરશે.

આઝાદી મળવાના લગભગ સાત દાયકા બાદ સિખ શ્રદ્ધાળુ પાકિસ્તાન સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા કરતારપુર સાહિબમાં માથુ ટેકવી શકશે. શ્રી ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ પર પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબના દર્શન કરવા માટે કરતારપુર કૉરિડોરની એકીકૃત તપાસ ચોકી (આઈસીપી)નુ પ્રધાનમંત્રી આજે ઉદઘાટન કરશે. જે ભારતના પંજાબમા ડેરા બાબા નાનક ગુરુદ્વારાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નારોવાલ સ્થિત જિલ્લાના કરતારપુર સ્થિત દરબાર સાહિબ સાથે જોડશે. આ તરફ પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રી ઈમરાન ખાન કૉરિડોરનુ લોકાર્પણ કરશે.

pm modi

ઉદઘાટન પહેલા પીએમ મોદ સુલ્તાનપુર લોધી પહોંચશે અને સવારે 9 વાગ્યાથી ગુરુદ્વારા બેર સાહેબમાં માથુ ટેકવશે. પીએમ મોદી ત્યારબાદ ડેરા નાનક જશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને જોતા પંજાબ પોલિસે સુરક્ષા વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત કરી દીધો છે. વળી, એસીપીજીએ કમાન સંભાળી છે.
તમને જણાવી દઈએ કે સુલ્તાનપુર લોધી એ જગ્યા છે જ્યાં ગુરુ નાનકદેવજીએ પોતાના જીવનના ઘણી મહત્વપૂર્ણ વર્ષ પસાર કર્યા હતા. અહીં બેરીના વૃક્ષ નીચે તેમણે તપસ્યા કરી હતી ત્યારબાદ તે કરતારપુર સાહિબ ગયા હતા. દેશ અને દુનિયાભરમાંથી લાખો લોકો સુલ્તાનપુર લોધી પહોંચી રહ્યા છે. અહીં 4થી 12 નવેમ્બર સુધી એસજીપીસી અકાલ તખ્ત અને પંજાબ સરકારે ગુરુ નાનકજી ઉપર ઘણા કાર્યક્રમ રાખ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X