For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી 35 નવા પાકની દેશને આપશે ભેટ, ખેડૂતો સાથે કરશે વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે 35 નવા પાક દેશને સમર્પિત કરવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે 35 નવા પાક દેશને સમર્પિત કરવા જઈ રહ્યા છે. કૃષિ જગતને પીએમ મોદી આજે આ નવી ભેટ આપશે. આ સાથે જ પ્રધાનમંત્રી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ બાયોટિક સ્ટ્રેસ ટૉલરન્સ રાયપુરનુ પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ બાબત ખુદ પીએમ મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે મંગળવારની સવારે 11 વાગે કૃષિનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.

pm modi

દેશ સામે 35 નવા પાકની વેરાયટી રજૂ કરવામાં આવશે. આ પાકોને આઈએસીઆરે લાંબા સંશોધન બાદ તૈયાર કર્યા છે. આ પાકો પર જળવાયુ પરિવર્તનની અસર ઓછી થશે. આ પ્રસંગે પીએમ મોદી કૃષિ વિશ્વવિદ્યાલયોને ગ્રીન કેમ્પસ અવૉર્ડ પણ વિતરિત કરશે અને એ ખેડૂતો સાથે વાત કરશે જે કૃષિની નવી રીતે અપનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આઈએસીઆરે 35 પાકોની નવી વેરાયટીને લાંબા સંશોધન બાદ આ વર્ષે તૈયાર કરી છે. આ પાકો પર દુષ્કાળ, હવામાનનો પ્રભાવ ઓછો પડશે. આ પાકોમાં મુખ્ય રીતે ચણા, ચોખા, બાજરી, મકાઈ જેવા પાકો છે. ચણાની નવી વેરાયટી પર દુષ્કાળની માર વધુ નહિ પડે અને ચોખાની નવી રીત રોગ પ્રતિકારક ક્ષમતાવાળી તૈયાર કરવામાં આવી છે.

વળી, નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ બાયોટિક સ્ટ્રેસ ટૉલરન્સનુ નવુ કેમ્પસ પણ પીએમ મોદી ઉદ્ઘટાન કરશે. સંસ્થાએ 2020-21 સત્રમાં પીજી કોર્સની પણ શરૂઆત કરી છે. સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી ગ્રીન કેમ્પસ અવૉર્ડની શરૂઆત કરવામાં આવી છે જેનાથી વિશ્વવિદ્યાલય પોતાની સંસ્થાને વધુ લીલીછમ, સાફ રાખવાની કોશિશ કરશે. સાથે જ વિશ્વવિદ્યાલય છાત્રોને સ્વચ્છ ભારત મિશન માટે પ્રેરિત કરે. માનવામાં આવી રહ્યુ છે કે આજે થતા કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, છત્તીસગઠના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ હાજર રહેશે.

English summary
PM Narendra Modi to launch 35 new varieties of crop.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X