
ધનતેરસ પર PM મોદી 75000 યુવાનોને આપશે નોકરીની ભેટ, 4.5 લાખથી વધુ લાભાર્થીઓના 'ગૃહ પ્રવેશ'માં લેશે ભાગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ધનતેરસના શુભ અવસર પર યુવાનોને નોકરીની ભેટ આપવા જઈ રહ્યા છે. 'રોજગાર મેલા' અંતર્ગત પીએમ મોદી 10 લાખ કર્મીઓ માટે ભરતી અભિયાનની શરુઆત કરશે. આ દરમિયાન પીએમ મોદી 75,000 નવનિયુક્ત યુવાનોને ઑફર લેટર અને નિયુક્તિ પત્ર સોંપશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ વર્ચ્યુઅલ હશે અને તેઓ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યુવાનોને સંબોધિત પણ કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ રોજગારની તકો આપવા અને નાગરિકોનુ કલ્યાણ સુનિશ્ચિત કરવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતાને પૂરી કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલુ હશે. પીએમઓએ વધુમાં કહ્યુ કે પ્રધાનમંત્રીના નિર્દેશ મુજબ બધા મંત્રાલય તેમજ વિભાગ સ્વીકૃત ખાલી પદોને ભરવાની દિશામાં મિશન મોડ કામ કરી રહ્યુ છે. દેશભરમાંથી પસંદગી પામેલ નવા કર્મીઓને ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં નિયુક્ત કરવામાં આવશે. નવનિયુક્ત કર્મીઓ વિવિધ સ્તરે સરકારમાં સામેલ થશે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર બળ કર્મી, ઉપ નિરીક્ષક, કૉન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, આવકવેરા નિરીક્ષક, એમટીએસ જેવા પદો સામેલ છે.
તમને જણાવી દઈએ કે જૂન 2022માં પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવશે. સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે આ રોજગાર મેળામાં સૌથી વધુ ભરતી રક્ષા મંત્રાલયમાં છે. સંરક્ષણ મંત્રાલયમાં 2.5 લાખ જગ્યાઓ ખાલી છે. ભારતીય રેલવેમાં 2.9 લાખ પોસ્ટ ભરવાની છે. ગૃહ મંત્રાલયમાં પણ સી કેટેગરીમાં 1.2 લાખ જગ્યાઓ ખાલી છે, બી કેટેગરીમાં 26 હજાર, નોન-ગેઝેટેડ બી કેટેગરીની 92,000 જગ્યાઓ પણ ખાલી છે.
પીએમ મોદી આ ઉપરાંત આજે શનિવારે ધનતેરસના પ્રસંગે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY-Gના લાખથી વધુ લાભાર્થીઓના 'ગૃહ પ્રવેશ'માં પણ ભાગ લેશે. મધ્ય પ્રદેશમાં આ યોજના હેઠળ 35,000 કરોડ રુપિયાથી વધુની કિંમતના લગભગ 29 લાખ ઘરોનુ નિર્માણ કરવામાં આવી ચૂક્યુ છે.
On the occasion of #Dhanteras today, PM Narendra Modi to participate in ‘Griha Pravesh’ of more than 4.5 lakh beneficiaries of PMAY-G in Madhya Pradesh. Around 29 Lakh houses have been completed in MP at a cost of more than Rs 35,000 crores under the scheme.
— ANI (@ANI) October 22, 2022
(file pic) pic.twitter.com/BWX2iNzkBf