For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંત્રીમંડળ સાથે કરશે મુલાકાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi602
નવી દિલ્હી, 2 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (સોમવારે) પોતાના કેબિનેટ મંત્રીઓની બેઠક કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કુશળ વહિવટીતંત્ર અને કાયક્રમોને ક્રિયાન્વયન પર ભાર મૂકવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી પોતાના 10 સૂત્રી એજન્ડાને લઇને મંત્રીમંડળની સાથે બેઠક કરી રહ્યાં છે. આ એજન્ડામાં રોકાણ વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા પ્રોજેક્ટને સમય મર્યાદામાં પુરા કરવા અને કુદરતી સંપત્તિનું દોહન સામેલ છે. આ નિર્ણયોને લાગૂ કરવામાં અમલદારશાહીને છૂટ આપવાની વાત કહેવામાં આવી. નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલાં જ આગામી 100 દિવસોનો એજન્ડા નક્કી કરવાનો નિર્દેશ કર્યો હતો. વડાપ્રધાનમંત્રી શનિવારે તે અધિકાર પ્રાપ્ત મંત્રીસમૂહો (ઇજીઓએમ) અને મંત્રી સમૂહોને સમાપ્ત કરી દિધા હતા જેમણે યૂપીએ સરકારની રચના કરી હતી.

આ પહેલાં રવિવારે અત્યંત વ્યસ્ત રહો. રવિવારે સરકારી અને પાર્ટીની બેઠકોમાં તે વ્યસ્ત રહો. પીએમઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનમંત્રી જો કે સાઉથ બ્લોક સ્થિત પોતાના કાર્યાલયમાં ગયા નહી અને 7 રેસકોર્સ રોડ સ્થિત પોતાના સરકારી આવાસથી જ કામ કર્યું.

સવારે કામમાં વ્યસ્ત રહેવા બાદ વડાપ્રધાને મેલ-મુલાકાતોનો દૌર શરૂ કર્યો અને ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર રધુરામ રાજનની સાથે મુલાકાત કરી. રધુરામ રાજન તેમને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના આવાસ પર તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા. પીએમઓના અધિકારીઓએ બંને મુલાકાતોને ઔપચારિક ગણાવી હતી.

ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય અશોક રોડ પહોંચ્યા જ્યાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીમાં જીત માટે ધન્યવાદ આપ્યા હતા. 300-350 કાર્યકર્તાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે કાર્યકર્તા સર્વોચ્ચ હોય છે અને તે પરિશ્રમના બળ પર વડાપ્રધાન બની શક્યા છે.

English summary
After asking his ministerial colleagues to set a 100-day agenda, Prime Minister Narendra Modi will hold a meeting with his entire Council of Ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X