For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2020માં પણ PM મોદીનો જલવો જળવાયો, મોસ્ટ સર્ચ ઈન્ડિયન પોલિટિશયનની લિસ્ટમાં છે નંબર વન

આવો, તમને એવા 10 નેતાઓ વિશે જણાવીએ જેમણે યાહૂની મોસ્ટ સર્ચ પોલિટિશનની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 2020 most searched Indian politicians: વર્ષ 2020 પોતાની વિદાયના અંતિમ દિવસોમાં છે. વળી, 2021ના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 2021ના આવવા કરતા વધુ ખુશી લોકો 2020ના જવાની કરી રહ્યા છે કારણકે આ વર્ષ ઘણી રીતે બહુ જ ખરાબ વર્ષ હતુ પરંતુ આ ખરાબ વર્ષમાં પણ ભારતીય રાજનીતિએ પોતાનો જલવો જાળવી રાખ્યો છે. 2020માં ઘણી રાજકીય ઘટનાઓ એવી રહી જેણે સત્તા પરિવર્તન પણ કરાવી દીધુ. વર્ષની શરૂઆત મધ્ય પ્રદેશમાં સત્તા પરિવર્તનથી થઈ હતી જ્યારે કોંગ્રેસ બહુમત ગુમાવી દેવાના કારણે સત્તામાંથી બહાર થઈ ગઈ અને ભાજપ સત્તા પર આવી ગઈ.

સાથે જ કોરોના મહામારી વચ્ચે બિહારમાં દેશની પહેલી ચૂંટણી પણ જોવા મળી જેમાં એનડીએની જીત થઈ. કોરોનાનુ વર્ષ કહેવાતા 2020માં ઘણા ભારતીય નેતાઓએ પોતાનો જલવો જાળવી રાખ્યો છે. સર્ચ એન્જિન યાહૂ(Yahoo)એ 2020ની મોસ્ટ સર્ચ પોલિટિશયનની લિસ્ટ જાહેર કરી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૉપ પર છે. વળી, બીજા નંબરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. આવો, તમને એવા 10 નેતાઓ વિશે જણાવીએ જેમણે યાહૂની મોસ્ટ સર્ચ પોલિટિશનની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે.

1. નરેન્દ્ર મોદી

1. નરેન્દ્ર મોદી

વર્ષ 2014થી દેશના પ્રધાનમંત્રી પર બિરાજમાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ લિસ્ટમાં પહેલા નંબરે છે. આમ પણ પીએમ મોદીની ફેન ફોલોઈંગનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તે માત્ર ઈન્ડિયામાં જ નહિ પરંતુ આંતરાષ્ટ્રીય સ્તરે પણ મોસ્ટ ફેમસ પોલિટિશનયનની લિસ્ટમાં શામેલ છે. પીએમ મોદી માટે વર્ષ 2020 પડકારોથી ભરેલુ રહ્યુ કારણકે કોરોના મહામારીમાં પીએમ મોદીએ દેશની જનતાને જાગૃત કરવા માટે હંમેશા કામ કર્યુ. કોરોના કાળમાં પીએમ મોદીએ આખા દેશમાં લગભગ 3 મહિના સુધી લૉકડાઉન લગાવીને રાખ્યુ.

2. રાહુલ ગાંધી

2. રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભલે આ લિસ્ટમાં બીજા નંબરે છે પરંતુ તે આખુ વર્ષ લાઈમલાઈટથી દૂર રહ્યા. જો કે વર્ષના અંતે તે ખેડૂત આંદોલનનુ સમર્થન કરીને થોડા લાઈમલાઈટમાં જોવા મળ્યા છે. રાહુલ ગાંધી બિહાર ચૂંટણી સમયે પણ પ્રચારમાં કંઈ વધુ જોવા મળ્યા નહિ. આનુ પરિણામ એ આવ્યુ કે પાર્ટીએ બહુ ખરાબ હાર જોવી પડી.

3. અમિત શાહ

3. અમિત શાહ

દેશના ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ચાણક્ય ગણાય છે. 2019માં મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેમણે ગૃહમંત્રીની જવાબદારી આપવામાં આવી અને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ચૂંટી લેવામાં આવ્યા પરંતુ 2020માં અમિત શાહ સંપૂર્ણપણે પાર્ટીને કંટ્રોલ કરતા જોવા મળ્યા. અમિત શાહે બિહાર વિધાનસભા ચૂંટણી, ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી અને જમ્મુ કાશ્મીર ડીડીસી ચૂંટણીમાં બહુ જોરશોરથી પ્રચાર કર્યો. આ ઉપરાંત અમિત શાહ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પર પણ જોરદાર મહેનત કરતા જોવા મળ્યા.

4. ઉદ્ધવ ઠાકરે

4. ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે 2020માં ખાસ ચર્ચામાં રહ્યા. આનુ કારણ હતો કંગના રનોત સાથે થયેલા તેમનો વિવાદ. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના અને શિવસેના વચ્ચે ખુલીને ઝઘડો સામે આવ્યો. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ પોતાના રાજ્યમાં કોરોના માટે પણ સારુ કામ કરીને સૌને પ્રભાવિત કર્યા.

આ ઉપરાંત 5માં નંબરે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ બીજી વાર દિલ્લીમાં મુખ્યમંત્રી ચૂંટાયા. અરવિંદ કેજરીવાલ મોસ્ટ સર્ચ પોલિટિશિયનની લિસ્ટમાં પાંચમા નંબરે છે. હાલમાં જ અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડશે. છઠ્ઠા નંબરે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી છે જે 2011થી રાજ્યના સીએમ છે. આવતા વર્ષે બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે જેના માટે મમતા બેનર્જીને ભાજપ તરફથી જોરદાર પડકાર મળી રહ્યો છે. 7માં નંબરે પ્રણવ મુખર્જી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન સમ્માનિત અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જી 2020માં આ દુનિયાને અલવિદા કહી ગયા. 31 ઓગસ્ટ 2020એ તેમનુ નિધન થઈ ગયુ હતુ. 8માં નંબરે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ છે. મોદી સરકારના પહેલા કાર્યકારળમાં સંરક્ષણ મંત્રી હતા. 2020 તેમના માટે ઘણુ પડકારજનક રહ્યુ છે કારણકે 3 મહિના સુધી ચાલેલ લૉકડાઉનનો સામનો કર્યા બાદ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તેમણે નીતિઓ બનાવી હતી. મોસ્ટ સર્ચ પોલિટિશિયનની લિસ્ટમાં 9માં નંબરે કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી તેમજ 10માં નંબરે જ્યોતિરાદિત્ય સિંધિયા જોવા મળ્યા છે.

કર્ણાટકઃ ડેપ્યુટી સ્પીકર ધર્મેગૌડાનુ શબ રેલવે ટ્રેક પર મળ્યુકર્ણાટકઃ ડેપ્યુટી સ્પીકર ધર્મેગૌડાનુ શબ રેલવે ટ્રેક પર મળ્યુ

English summary
PM Narendra Modi top in most searched Indian politicians 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X