For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનો આજે વારાણસી પ્રવાસ, ઘણી યોજનાઓનુ કરશે ઉદઘાટન, યોગી આદિત્યનાથે આ કહ્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાંબા સમય બાદ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે.

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાંબા સમય બાદ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી મોદી 8 મહિના બાદ આજે વારાણસી પહોંચી રહ્યા છે. વારાણસી પ્રવાસ પર પીએમ મોદી 1500 કરોડથી વધુની યોજનાઓની શરૂઆત કરશે. રિપોર્ટ મુજબ પીએમ લગભગ 5 કલાક સુધી વારાણસીમાં રહેશે. પીએમ મોદીના આ પ્રવાસ વિશે ખુદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને માહિતી આપી છે.

pm modi

યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને લખ્યુ કે આજે આધરણીય પ્રધાનમંત્રીજી દ્વારા ગંગા નદી પર પર્યટન વિકાસ માટે રો-રો વેસલ્સ અને વારાણસી-ગાઝીપુર રાજમાર્ગ પર થ્રી-લેન ફ્લાઈઑવર બ્રીજનુ ઉદઘાટન કરવામાં આવશે. આ ટુરિઝમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આફવા સાથે જ 'નવા ભારતનુ નવુ ઉત્તર પ્રદેશ' બનાવવામાં સહાયક સિદ્ધ થશે. પ્રધાનમંત્રીનો આ વારાણસી પ્રવાસ ઘણી રીતે મહત્વનો છે. જે રીતે હાલમાં જ ભાજપે પંચાયત ચૂંટણી અને બ્લૉક પ્રમુખની ચૂંટણીમાં જબરદસ્ત જીત નોંધાવી છે ત્યારબાદ પીએમ મોદી આજે વારાણસીને ઘણી ભેટ આપશે.

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. માટે પ્રધાનમંત્રી મોદીનો વારાણસી પ્રવાસ પૂર્વાંચલમાં પાર્ટીની સ્થિતિને વધુ મજબૂત કરવાની કોશિશ કરશે. તમને જણાવી દઈએ કે ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પૂર્વાંચલમાં 8માંથી માત્ર 4 સીટો જીતી છે જ્યારે સપાએ 2 અને અપક્ષે 2 પર જીત મેળવી છે. માટે પીએમ મોદી પૂર્વાંચલના મતદારોને આ પ્રવાસ દ્વારા સાધવાની કોશિશ કરશે.

English summary
PM Narendra Modi visit to Varanasi today inaugurate 1500 projects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X