For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે વોશિંગ્ટનમાં મળશે ઓબામા-મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-obama
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: ન્યૂયોર્કમાં પોતાનો જાદૂ પાથર્યા બાદ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન જશે. પોતાની અમેરિકાના ચોથા દિવસે તે રાષ્ટ્રપતિ બરાક ઓબમાને મળશે. આ સમય ઐતિહાસિક હશે કારણ કે નરેન્દ્ર મોદી પ્રથમવાર બરાક ઓબામાને મળશે. કહેવામાં આવે છે કે બંને વચ્ચે થનાર આ બેઠકમાં રક્ષા અને સુરક્ષા મુદ્દાઓ પર વિશેષ ભાર મુકવામાં આવશે.

વોશિંગ્ટન સ્થિત વ્હાઇટ હાઉસમાં બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી વચ્ચે સતત બે બેઠક થશે. આ બેઠકમાં રક્ષા અને સુરક્ષા મુદ્દાઓ ઉપરાંત ઉર્જા, જળવાયુ પરિવર્તન અને વેપાર તથા અર્થવ્યવસ્થા પર પણ ચર્ચા થવાની આશા છે. નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા ઘણા પ્રકારે મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિના નિમંત્રણ પર નરેન્દ્ર મોદી બ્લેયર હાઉસમાં રોકાશે. બરાક ઓબામા અને પ્રથમ મહિલા (મિશેલ ઓબામા) આજે તેમના માટે એક અંગત રાત્રિભોજન કરશે. જો કે નવરાત્રિ હોવાથી નરેન્દ્ર મોદી ફક્ત પાણી જ પીશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકાએ નરેન્દ્ર મોદીને વીઝા આપ્યા ન હતા. 2005માં અમેરિકાએ ગોધરા રમખાણોને કારણ ગણાવતાં તેમને વીઝા આપવાની મનાઇ કરી દિધી હતી. ત્યારબાદ 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ બહુમત મેળવી વડાપ્રધાન પદની શપથ લીધી જેના લીધે અમેરિકાનું વલણ નરમ રહ્યું.

આ પહેલાં ગઇકાલે તેમણે ન્યૂયોર્કના મશહૂર મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાનો જાદૂ પાથર્યો. અહીં તેમનું સ્વાગત ત્યાં રહેતા 31 લાખ ભારતીયોએ કર્યું. અહીંથી તેમના ભાષણને 80 દેશમાં બેઠેલા લોકો પહોંચ્યા. અહીં આખા ભારતની તસવીર જોવા મળી. જ્યારે નરેન્દ્ર મોદીએ સિખોના બલિદાન અને કાર્યોનો ઉલ્લેખ કર્યો તો આખો હોલ 'જે બોલે સોનિહાલ'થી ગૂંજી ઉઠ્યું. તેમના ભાષણ વચ્ચે વચ્ચે લોકો 'ભારત માતા કી જય' અને 'મોદી મોદી' જેવા નારા લગાવતા રહ્યાં. લોકોએ પોતાના હાથોમાં મોદીના ફોટા અને તિરંગો પકડ્યો હતો.

અહીં પહોંચેલા લોકોમાં મોદીને સાંભળવાનો જોરદાર ઉત્સાહ હતો. તેમના ભાષણ પ હેલાં આયોજન સ્થળ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં જ્યાં લોકનૃત્યોની ઝલક જોવા મળી. નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા લગભગ 19 હજાર લોકો ત્યાં પહોંચ્યા. જેમને આ અવસર ન મળ્યો તે હોલની બહાર ઉભા રહીને સ્ક્રીનમાં તેમનું ભાષણ સાંભળ્યું. તેમનું અભિનંદન નરેન્દ્ર મોદી કરવાનું ભૂલ્યા નહી. પોતાના ભાષણમાં તેમણે હોલની બહાર ઉભેલા લોકોનું અભિનંદન કર્યું.

English summary
Indian Prime Minister Narendra Modi will meet US President Barack Obama at the White House today where the latter will host a private dinner in honour of the visiting dignitary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X