For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMC Bank Scam: 5 આરોપીઓ સામે 32000 પાનાની ચાર્જશીટ દાખલ

PMC Bank Scam: 5 આરોપીઓ સામે 32000 પાનાની ચાર્જશીટ દાખલ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ (PMC) બેંકના કરોડોના કૌભાંડમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના વિંગે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં 32000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બેંકના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર જોય થોમસ, પૂર્વ ચેરમેન વર્રિયમ સિંહ, બેંકના પૂર્વ ડાયરેક્ટ સુરજીત સિંહ અરોરાની સાથોસાથ હાઉસિંગ ડેવલપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ના પ્રમોટર્સ રાકેશ વઢવાણ અને સારંગ વઢવાણના નામ પણ સામેલ છે.

PMC Scam

છેતરપિંડી, ફ્રોડ, ફેક દસ્તાવેજો રજૂ કરવા, પૂરાવાનો નાશ કરવો સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ પાંચેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા અને હાલ બધા જ આરોપીઓ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.

આ પાંચ મુખ્ય આરોપીઓ ઉપરાંત પોલીસે બેંકના અન્ય સાત અધિકારીઓની ધરપકડ પણ કરી છે, હવે તેમની વિરુદ્ધ પણ પૂરક ચાર્જશૂટ દાખળ કરવામાં આવશે. 32000 પાનાની ચાર્જશીટમાં PMC બેંક અને આરોપી બેંક અધિકારીઓએ ખરીદેલ પ્રોપર્ટીના દસ્તાવેજોનો ફોરેન્સિક ઑડિટ રિપોર્ટ છે.

ચાર્જશીટમાં બેંકના ખાતા ધારકો સહિત 340 સાક્ષીઓના નિવેદન છે. પોલીસે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 164 અંતર્ગત 4 નિર્ણાયક સાક્ષીઓને જજ સામે હાજર કરવામાં આવ્યા હતા. બેંકે HDILને આપેલ 6700 કરોડની લોન છૂપાવવા માટે કાલ્પનિક ખાતાં બનાવ્યાં હોવાનું રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને માલૂમ પડતાં આ વર્ષે સપ્ટેમ્બરમાં આ કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો, ભાઈને ભાઈ સાથે લડાવીને આગળ નહિ વધી શકે દેશરાહુલ ગાંધીનો સરકાર પર હુમલો, ભાઈને ભાઈ સાથે લડાવીને આગળ નહિ વધી શકે દેશ

English summary
PMC Bank scam: 32000-page chargesheet filed against 5 accused
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X