મનમોહન સિંહે પોતાના સ્ટાફને કહ્યું 'Good Bye'
નવી દિલ્હી, 13 મે: દસ વર્ષ બાદ પદ છોડી રહેલા વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે પોતાના કાર્યકાળન સ્ટાફને 'ગુડ બાય' કહેવા માટે મુલાકાત કરી. તેમણે પોતાના સ્ટાફની મદદ માટે આભાર વ્યક્ત કર્યો. સૂત્રોએ જણાવ્યું હતું કે મનમોહન સિંહ પોતાના નજીક સ્ટાફના 110 સભ્યોને મળ્યા. લગભગ 400 અન્ય સંબંધિત સ્ટાફ સભ્યોને સાથે પણ તેમણે મુલાકાત કરી. સૂત્રોએ જણાવ્યું હતું કે 81 વર્ષીય મનમોહન સિંહે પોતાના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને સ્ટાફે તાળીઓ વગાડી તેમનું અભિવાદન કર્યું.
મનમોહન સિંહ 2004માં વડાપ્રધાન બન્યા હતા. 2009માં યુપીએ ફરીથી સત્તામાં આવતાં તે વડાપ્રધાન પદ પર બન્યા રહ્યાં હતા. આજે સાંજે કેબિનેટ બેઠક પહેલાં મનમોહન પોતાના સ્ટાફને મળ્ય. તે પોતાની અંતિમ કેબિનેટ બેઠક શનિવાર કરશે. શુક્રવારે 16મી લોકસભા માટે યોજાયેલ ચૂંટણીની મતગણતરી થશે. સૂત્રોએ કહ્યું કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત બાદ પરત ફરીને રાષ્ટ્રને સંબોધિત કરશે. તે દિવસ મનમોહન સિંહ પોતાના મંત્રીપરિષદના સભ્યો માટે ચા-પાણીનું આયોજન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ મનમોહન સિંહ અને તેમના મંત્રીપરિષદના સભ્યોને રાત્રિભોજન આપશે.

આ દરમિયાન વડાપ્રધાન કાર્યાકાળ નવા વડાપ્રધાનમંત્રીના સ્વાગત માટે નવી સાજ-સજ્જા સાથે તૈયાર થઇ રહી છે. તે રૂમને પણ શણગારવામાં આવી રહ્યો છે, જેમાં કેબિનેટની બેઠક થાય છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે 10 વર્ષમાં એવું પ્રથમ વાર બન્યું છે કે વડાપ્રધાન કાર્યાલયની નવી સાજ સજ્જા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
