For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

POCSO કાનૂન: 12 વર્ષથી નાની ઉંમરની બાળકી પર બળાત્કાર કરનારને મળશે મોત

POCSO કાનૂનમાં સરકારે મોટો બદલાવ કર્યો છે. 12 વર્ષની બાળકીના બળાત્કારના દોષીઓને મળશે ફાંસીની સજા. આ પ્રસાવને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે.

|
Google Oneindia Gujarati News

12 વર્ષની બાળકીના બળાત્કારના દોષીઓને મળશે ફાંસીની સજા. આ પ્રસાવને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. શનિવારે વડાપ્રધાન આવાસ પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર જલ્દા જ આ કાનૂનને લઇને જલ્દી જ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રેન ફોર્મ સેક્યૂઅલ ઓફેન્સ) એક્ટમાં સંશોધન કરવામાં આવશે. આ સંશોધન મંજૂર થતા જ 12 વર્ષ કે પછી તેનાથી નાની ઉંમરની બાળકીઓના બળાત્કાર કેસમાં દોષીઓને મોતની સજા આપી શકાશે. પોક્સો કાનૂનમાં હાજર પ્રાવધાનો મુજબ બાળકીના રેપમાં સૌથી વધુ સજા ઉંમરકેદ જ છે. પણ હવે તેવું નહીં રહે. આવા અપરાધ કરનાર લોકોને હવે મળશે મોત.
તમને જણાવી દઇએ કે શનિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે. અને પરત ફર્યા પછી શનિવારે તેમણે 11:30 વાગે કેબિનેટની બેઠક બોલાવી આ કાનૂન પર ચર્ચા કરી હતી.

crime

કેબિનેટની બેઠકના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એક જનહિતમાં આપેલી અરજીના જવાબમાં એક પત્ર આપીને પોક્સો એક્ટમાં સંશોધન કરવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યું છે. જેના હેઠળ 12 વર્ષથી ઓછી આયુની બાળકી સાથેના બળાત્કાર કેસમાં ફાંસીની સજા આપવાનું કહેવામાં આવે છે. આ મામલે 27 એપ્રિલે આગળની સુનવણી થશે. જાણકારી મુજબ સરકારે ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સગીર યુવતીઓ પર થયેલા રેપ અને તે પછી દેશભરમાં લોકોનો જે રોષ છે તેના આધારે સરકારે આ પગલાં લીધા છે.

2012માં નિર્ભયા કેસ થયા પછી અપરાધિક કાનૂનમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો. મહિલાની મૃત્યુય કે મરણ પામે તેની અવસ્થામાં પહોંચાડનારને ફાંસીની સજા આપવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે બાળ અધિકારો માટે કામ કરતી ગૈર સરકારી સંગઠન ક્રાઇ મુજબ ભારતમાં દર 15 મિનિટે એક બાળક યૌન અપરાધનો શિકાર બને છે. અને ગત 10 વર્ષોમાં સગીર બાળકો પર અપરાધના કિસ્સામાં 500 ટકા જેટલો વધારો થયો છે. એક રિપોર્ટમાં તે પણ ખુલાસો થયો છે કે બાળકો વિરુદ્ધ 50 ટકા સુધીના કેસો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ આમ પાંચ રાજ્યોમાં વધારે થાય છે.

English summary
POCSO Act: Cabinet clears ordinance for death penalty for rapists of kids under 12-years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X