
‘અડીને તો જુઓ નનકાના સાહિબની એક ઈંટ, તમારી પેઢીઓને...', ભડક્યા કુમાર વિશ્વાસ
પાકિસ્તાનમાં શુક્રવારે એક ઉગ્ર ભીડે ગુરુ નાનકદેવના પવિત્ર સ્થળ 'શ્રી નનકાના સાહિબ' ગુરુદ્વારા પર હુમલો કરી દીધો. ભીડે ગુરુદ્વારાને ચારે તરફથી ઘેરી લીધુ અને નારેબાજી કરીને પત્થરમારો કર્યો. આ ઘટનાનો વીડિયો ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. વીડિયોમાં એક પ્રદર્શનકારી ધમકી આપી રહ્યો હતો કે નનકાના સાહિબમાં હવે કોઈ પણ સિખને રહેવા દેવામાં નહિ આવે અને તેનુ નામ બદલીને ગુલામ-એ-મુસ્તફા કરી દેવામાં આવશે. આ મામલે હવે કવિ અને પૂર્વ આપ નેતા કુમાર વિશ્વાસે ફેસબુક પોસ્ટ લખીને પાકિસ્તાનને ચેતવણી આપી છે.

‘આ ગમાર ભીડની ગીદડ-ધમકી છે કે...'
કુમાર વિશ્વાસે પોતાની ફેસબુક પોસ્ટમાં 'શ્રી નનકાના સાહિબ' ગુરુદ્વારા પર હુમલાનો વીડિયો શેર કરીને લખ્યુ, ‘પાકિસ્તાન સ્થિત પૂજ્ય બાબા નાનક દેવજીના પવિત્ર સ્થળ ‘શ્રી નનકાના સાહિબ' પર કાલે એક પાકિસ્તાની ગુંડા મોહમ્મદ હસનના નેતૃત્વમાં એક મોટી ભીડે હિંસક હુમલો કર્યો છે. આ એ જ મોહમ્મદ હસન છે જેના પરિવારે આપણી એક સિખ બહેન જગજીત કૌરનુ બળજબરીથી અપહરણ કરીને નિકાહ કરાવ દીધા હતા. આ ગમાર ભીડની ગીદડ ધમકી છે કે પાકિસ્તાન, આ પવિત્ર સ્થળને નષ્ટ કરી દેશે અને તેનુ નામ બદલીને ‘ગુલામ એ મુસ્તફા' મસ્જિદ કરી દેશે.'

‘લાગે છે અબ્દુલ હમીદના નિશાન ભૂલી ગયા'
કુમાર વિશ્વાસે આગળ લખ્યુ, ‘મારુ પાકિસ્તાનની હકુમત અને તેના પડછાયામાં જીવી રહેલા આ ચિંદીચોરોને એટલુ જ કહેવુ છે કે પહેલા તો એ સમજી લો કે બાબા નાનક દેવજી માત્ર સિખોના પૂજ્ય દેવ નથી પરંતુ એકસો ત્રીસ કરોડ હિંદુસ્તાનીઓના પૂજ્ય દેવતા સ્વરૂપ છે. માટે એવી ગેરસમજમાં ના મરી જતા તકે આ પાકિસ્તાનની અંદર લઘુમતીઓનુ એક સ્થળ છે, તમે જે ઈચ્છો તે કરી લેશો. ક્યાંક એવુ ન બને કે તમારી ‘અંતિમ લડાઈ'વાળી ખુજલી બાબાના આશીર્વાદથી તમારી આ ગમાર હરકતથી જ મટે. અબ્દુલ હમીદના નિશાન ભૂલી ગયા લાગો છો, જ્યારે પોતાના અમેરિકી ફૂવાઓ પાસેથી ભીખમાં મળેલા આટલા પેટન ટેંક એ નર-નાહરે એકલા તોડી દીધા હતા કે તમે ભાગેડુઓ એ તૂટેલા ટેંકોને પાછી પણ નહોતા લઈ જઈ શક્યા.'
આ પણ વાંચોઃ FACT CHECK: શું સેનાના જવાને અસમમાં મહિલા પ્રદર્શનકારીના કપડાં ખેંચ્યા? જાણો ફોટાનુ સત્ય

‘ભૂલી ગયા કર્નલ ચાંદપુરીની એ માર...'
પોતાની પોસ્ટમાં કુમાર વિશ્વાસે આગળ કહ્યુ, ‘ભૂલી ગયા કર્નલ ચાંદપુરીની એ માર, જે આખી રાત તમારી બટાલિયને ખાધી હતી? અડીને જુઓ નનકાના સાહિબ ગુરુદ્વારાની એક ઈંટ પણ... તમારી પેઢીઓને ખબર પડશે તે હિંદુ-મુસ્લિમ-સિખ-ઈસાઈએ કેવી તમારી ઈંટથી ઈંટ બજાવી હતી? હિંદુસ્તાનનો દરેક મુસલમાન, ઈસ્લામની આડમાં કરવામાં આવી રહેલી તમારી આ નાલાયકીના વિરોધમાં છે અને સમય આવશે તો તમને આ જ હિંદુસ્તાની મુસલમાન પોતાના હિંદુ-સિખ ભાઈઓ સાથે બતાવશે કે ઈસ્લામની અસલી સીખ શું છે.'
‘ખાલિસ્તાન ના માંગો આખુ હિંદુસ્તાન તમારુ છે'
કુમાર વિશ્વાસે લખ્યુ, ‘દેશ-દુનિયામાં ભારતની વિરુદ્ધ ઝેર ઓકનાર અમુક અલગાવવાદીઓને પણ મારે કહેવુ છે કે આવી ઘટનાઓથી આ ધૂર્ત પાકિસ્તાનની મનશાને ઓળખો. જો આખો દેશ મળીને એક તાલમાં નનકાના સાહિબ સુધી શ્રદ્ધાના ફૂલ ચડાવવા માટે કદમતાલ પણ કરી દેશે તો આવા ગળાફાડૂ લફંગા તો પગની નીચે કચડાઈને મોક્ષ મેળવી લેશે. તેમની ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે, શરત બસ એટલી જ છે કે આપણે સૌ દરેક અલગાવનો ત્યાગ કરીને માત્ર અને માત્ર ભારતીય બની જઈએ. નનકાના તરફ ચાલો, જો પૌરુષે લલકાર્યા છે, ખાલિસ્તાન ન માંગો, આખુ હિંદુસ્તાન તમારુ છે..! જો બોલે સો નિહાલ.. સત સિરી અકાલ.'