For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવતીઓને બળજબરીથી કિસ કરી ભાગી જનાર વ્યક્તિ પકડાયો, Video જોઈ પોલિસ પણ ચોંકી

મુંબઈની રેલવે પોલિસે ગુરુવારે રાજીઉર હબીબુર ખાન નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તે માટુંગા સ્થિત રેલવે બ્રિજ પર મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી કર્યા કરતો હતો.

|
Google Oneindia Gujarati News

મુંબઈની રેલવે પોલિસે ગુરુવારે રાજીઉર હબીબુર ખાન નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તે માટુંગા સ્થિત રેલવે બ્રિજ પર મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી કર્યા કરતો હતો. પરંતુ નવાઈની વાત તો એ છે કે કોઈએ પણ તેની સામે હજુ સુધી ફરિયાદ કરી નહોતી. પોલિસે તેને ચોરીના આરોપમાં પકડ્યો હતો. ત્યારબાદ છેડતીની ઘટનાઓનો પર્દાફાશ થયો. હવે પોલિસ મહિલાઓને અપીલ કરીને કહી છે કે આરોપી સામે ફરિયાદ નોંધાવવા માટે આગળ આવે. પોલિસે અપીલ કરીને મહિલાઓને એ અંગેનુ આશ્વાસન પણ આપ્યુ છે કે તે એમની ઓળખ છતી નહિ કરે. પોલિસનુ કહેવુ છે કે જો કોઈ મહિલા ખાન સામે ફરિયાદ કરવા નહિ આવે તો તે એની સામે ફરિયાદ નોંધવા માટે કોઈ બીજો કાનૂની રસ્તો અપનાવશે.

મહિલાઓને કિસ કરી ભાગી જતો

મહિલાઓને કિસ કરી ભાગી જતો

માહિતી મુજબ ખાનની આ હરકત સીસીટીવી કેમેરાથી સામે આવી છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે તે કેવી રીતે મહિલાને કિસ કરી રહ્યો અને તેમને સ્પર્શ કરી રહ્યો છે. પોલિસને 25 જાન્યુઆરીએ પહેલા આ કેસ વિશે માલુમ પડ્યુ હતુ. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યુ છે કે તે કેવી રીતે મહિલાઓને ટાર્ગેટ કરે છે. આમાં દેખાઈ રહ્યુ છે કે તે મહિલાઓની પાસે આવીને તેમને કિસ કરે છે અને પછી ભાગી જાય છે.

અન્ય સીસીટીવી કેમેરાઓની તપાસ ચાલુ

અન્ય સીસીટીવી કેમેરાઓની તપાસ ચાલુ

માહિતી મુજબ એક મહિલા સૌથી પહેલા પોલિસ પાસે ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે આવી હતી પરંતુ કોઈ અધિકૃત ફરિયાદ નોંધાઈ શકી નહોતી. પોલિસ હવે બાકીના સીસીટીવી કેમેરાઓની તપાસ કરી રહી છે. હજુ પોલિસ વધુ પુરાવા એકત્રિત કરવાની કોશિશ કરી રહી છે. પોલિસ સિવિલ ડ્રેસમાં બ્રિજ પર હાજર રહી અને આ આરોપીને પકડી લીધો. એ એક અન્ય મહિલાને ટાર્ગેટ કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ પોલિસ ત્યાં હાજર હોવાના કારણે તે સફળ થઈ શક્યો નહોતો.

મુંબઈમાં કરતો હતો કાર્પેન્ટરનુ કામ

મુંબઈમાં કરતો હતો કાર્પેન્ટરનુ કામ

જો કે પોલિસે ખાનને ચોરીના કેસમાં પકડીને તેની સામે આઈપીસીની કલમ 379 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. સાથે જ બ્રિજ પર પણ એક પોલિસકર્મીની તૈનાતી કરી દેવામાં આવી છે. આ એક એવો બ્રિજ છે જ્યાં વધુ ભીડ નથી રહેતી. પોલિસનુ કહેવુ છે કે ખાન મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને મુંબઈમાં કામ માટે આવ્યો હતો. આરોપી પરિણીત છે અને તેના બાળકો પણ છે. મુંબઈમાં તે કાર્પેન્ટરનુ કામ કરે છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસથી ચીની ડૉક્ટરનું મોત, સૌથી પહેલા આ બીમારીને લઈ સચેત કર્યા હતાઆ પણ વાંચોઃ કોરોના વાયરસથી ચીની ડૉક્ટરનું મોત, સૌથી પહેલા આ બીમારીને લઈ સચેત કર્યા હતા

English summary
police arrested molester who stalking kissing woman on railway bridge after caught him on cctv camera in mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X