હરિયાણાથી ઝડપાયો ઇસ્કોન મંદિરમાં રહેતો પાકિસ્તાની નાગરિક

Subscribe to Oneindia News

દિલ્હી-હરિયાણા બોર્ડરને લાગીને આવેલ બહાદુરગઢથી પોલીસ દ્વારા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યો હતો, જેમાં તેનું નામ રાજા લખેલું છે. આરોપી પાકિસ્તાની નાગરિક લાંબા સમયથી ઇસ્કોન મંદિરમાં રહેતો હતો.

pakistani

પોલીસની તપાસમાં આરોપી પાસેથી જે પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યો છે, તેમાં તેનું નામ રાજા છે અને તે પાકિસ્તાનની હિંદુ કૉલોનીનો રહેવાસી છે. પાસપોર્ટમાં તેની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1976 છે. પોલીસને તેની પાસેથી વિઝા પણ મળી આવ્યો હતો, જે 2016 માં સમાપ્ત થઇ ગયો ગતો. તે છેલ્લા નવ મહિનાથી ઇસ્કોન મંદિરમાં રહેતો હતો. તેની પીસેથી પોલીસને ઇસ્કોન મંદિરના સરનામે બનાવેલ આધાર કાર્ડ અને પૅન કાર્ડ પણ મળી આવ્યા હતા. આ આધાર કાર્ડ તથા પૅન કાર્ડમાં તેનું નામ રસરાજ લખેલું છે અને તે બધા ડોક્યુમેન્ટસ ઇસ્કોન મંદિરના સરનામે જ બનાવવામાં આવ્યા છે . પોલીસે આ દસ્તાવેજોની સત્યતાની ચકાસણી માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પાકિસ્તાની નાગરિકે ત્યાંના સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે, તે પાકિસ્તાની હિંદુ છે અને પાકિસ્તાન પરત જવા નથી માંગતો. એક પોલીસ અધિકારી કુલબીર સિંહ જણાવે છે કે, ઇન્ટેલિજન્સ બ્યુરો અને સ્થાનિક પોલીસની ટીમ સાથે મળીને આ કેસની તપાસ કરી રહી છે. પોલીસ આ મામલાના દરેક પાસાની તપાસ કરી રહી છે.

English summary
police arrested a pakistani from bahadurgargh living in temple.
Please Wait while comments are loading...