For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નકલી ડીસીપી બની ત્રણ વર્ષમાં 300 લોકો પાસેથી પૈસા વસૂલ્યા

ગોલમાલની એક નવી કહાની સામે આવી છે. તમે હંમેશા ફિલ્મોમાં જોયું હશે કે નકલી પોલીસ બનીને લોકો પાસેથી વસુલ કરે છે.

|
Google Oneindia Gujarati News

ગોલમાલની એક નવી કહાની સામે આવી છે. તમે હંમેશા ફિલ્મોમાં જોયું હશે કે નકલી પોલીસ બનીને લોકો પાસેથી વસુલ કરે છે. પરંતુ હકીકતમાં દિલ્હીમાં આવો એક મામલો સામે આવ્યો છે જેમાં નકલી ડીસીપી બનીને આરોપી ત્રણ વર્ષ સુધી લોકોને ચૂનો લગાવીને તેમની પાસેથી વસૂલી કરતો રહ્યો. એટલું જ નહીં પરંતુ ત્રણ વર્ષ સુધીં પોલીસને તેનો ભનક પણ લાગી નહીં. મળતી જાણકારી અનુસાર આરોપી પહેલા ડીટીસી માં બસ ડ્રાઈવર હતો.

police

પોલીસે પકડ્યો

આરોપી પોતાને ડીસીપી બતાવીને પોલીસની વર્દી પહેરીને લોકો પર રુઆબ કરતો. તેની સાથે સાથે ટ્રક અને રીક્ષા ચાલકો પાસેથી પૈસા પણ વસૂલ કરતો. પરંતુ શુક્રવારે સવારે જયારે તે ધોળાં કુવા થી એક ટાટા-407 ડ્રાઈવર પાસેથી પૈસા વસૂલ કરી રહ્યો હતો ત્યારે જ કેન્ટ ચોકીની પોલીસે તેને પકડી લીધો. જિલ્લા પોલીસ અનુસાર સુનિલ ત્યાગી નામનો વ્યક્તિ નકલી આઇપીએસ અધિકારી બની લોકો પાસેથી પૈસા વસૂલ કરતો હતો. તે મૂળ રૂપે હરિયાણાના સોનીપતનો રહેવાસી હતો.

ડ્રાઈવરની નોકરીથી સંતોષ ના હતો

આરોપી સુનિલ ત્યાગી દિલ્હીના ઉતરામ નગરમાં એકલો રહેતો હતો અને તે ડીટીસી માં ડ્રાઈવર હતો. એટલું જ નહીં પરંતુ પૂછપરછમાં તેને જણાવ્યું કે તે ફક્ત 12 ધોરણ જ ભણ્યો છે પરંતુ તેને ડ્રાઈવરની નોકરીથી સંતોષ ના હતો. જેને કારણે તેને વધારે પૈસા કમાવવા માટે યોજના બનાવી. આ દરમિયાન તેને વિચાર આવ્યો કે તે નકલી ડીસીપી બની લોકો પાસેથી પૈસા વસૂલ કરી શકે છે. ત્યારપછી તેને નકલી ડીસીપી બનવા માટે તેની આઈડી કાર્ડ પણ બનાવી લીધું.

300 લોકોને ચૂનો

એટલું જ નહીં પરંતુ આરોપીએ પોતાની નંબર પ્લેટ પર પણ સ્ટાર લગાવી દીધું. આ સ્ટાર ડીઆઈજી અથવા તેના કરતા ઉપરના અધિકારીની ગાડી પર લગાવવામાં આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ છેલ્લા ત્રણ વર્ષમાં 300 કરતા પણ વધારે લોકો પાસેથી પૈસા વસૂલ્યા છે.

English summary
Police caught fake DCP who forged 300 people in 3 years in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X