વડોદરામાંથી 19.67 લાખ અને બાલાઘાટમાંથી 15.40 લાખ જપ્ત, 2 ની ધરપકડ

Subscribe to Oneindia News

નોટબંધીના નિર્ણય બાદ બેંકોમાંથી પૈસા ઉપાડવામાં ભલે લોકોને મુશ્કેલી પડી રહી હોય પરંતુ કેટલાક લોકો પાસે લાખો-કરોડોની સંખ્યામાં નવી નોટો પકડાઇ રહી છે.દેશભરમાં પકડાઇ રહેલ કાળાનાણાની કડીમાં મંગળવારે પોલિસે ગુજરાતના વડોદરામાં એક ઘરમાંથી 19.67 લાખ રુપિયાની રકમ જપ્ત કરી છે. આ રકમમાં 13 લાખ રુપિયા નવી નોટોમાં હતા.

money

પોલિસને સૂચના મળી હતી કે આ ઘરમાં મોટી સંખ્યામાં નવી નોટોમાં રકમ રાખવામાં આવી છે. રકમ જપ્ત કર્યા બાદ પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. વળી બીજી તરફ મધ્યપ્રદેશના બાલાઘટમાં પોલિસે બે લોકોની 15.40 લાખની રકમ સાથે ધરપકડ કરી છે. આમાં 14.40 લાખ રુપિયાની રકમ 2000 ની નવી નોટોમાં છે. પોલિસ પકડાયેલા બંને લોકોની પૂછપરછ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે મંગળવારે જ સીબીઆઇની ટીમે બેંગલુરુમાં આરબીઆઇના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી છે. આ અધિકારી પર કમિશન લઇને જૂની નોટોને નવી નોટોમાં બદલવાનો આરોપ હતો.

English summary
Police seize 19.67 from Vadodara and 15.40 Lakh from Balaghat, two people arrested.
Please Wait while comments are loading...