For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રક પર લખ્યું હતું 'આર્મી ઑન ડ્યૂટી' અને અંદર હતો લાખોની કિંમતનો દારૂ, ડમી મેજર બોલ્યો- ચેક ન કરો

ટ્રક પર લખ્યું હતું 'આર્મી ઑન ડ્યૂટી' અને અંદર હતો લાખોની કિંમતનો દારૂ, ડમી મેજર બોલ્યો- ચેક ન કરો

|
Google Oneindia Gujarati News

દેવરિયાઃ બિહારમાં દારૂબંધી બાદ પણ બૂટલેગરો ખુલ્લેઆમ દારૂની તસ્કરી કરી રહ્યા છે. હિયાણામાં દારૂ સસ્તો હોવાથી ત્યાંથી દરરોજ દારૂની તસ્કરી થઈ રહી છે. એવો જ એક અનોખો મામલો સામે આવ્યો છે જ્યાં એક ટ્રક પર 'આર્મી ઑન ડ્યૂટી' લખ્યું હતું અને તેની અંદરથી દારૂની પેટીઓ નીકળી હતી. પોલીસને શક થયો તો ગાડીને ચેક કરવાની વાત કહી ત્યારે ડ્રાઈરે ફોન પર વીડિયો કોલથી એક શખ્સ સાથે વાત કરાવી, તે શખ્સે ખુદને સેનાનો મેજર ગણાવ્યો અને કહ્યું કે આમાં સેનાનો સામાન છે, તેને ચેક ન કરો.

પોલીસે દારૂ ભરેલા બે ટ્રક પકડ્યા

પોલીસે દારૂ ભરેલા બે ટ્રક પકડ્યા

ડ્રાઈવરના હાવભવ જોઈ પોલીસને શક થયો તો તેમણે ગાડીનું ચેકિંગ કર્યું તો તેમના હોશ જ ઉડી ગયા. ટ્રકની અંદર અંગ્રેજી દારૂની 250 પેટીઓ મળી જેની કિંમત 16 લાખ 85 હજાર રૂપિયા છે. જ્યારે બીજી તરફ બઘૌચઘાટ પોલીસે વધુ એક દારૂથી ભરેલ ટ્રક પકડી પાડ્યો. મુખબિરે પોલીસને બાતમી આપી હતી કે દારૂથી ભરેલ ટ્રક બિહાર જઈ રહી છે. જેને પોલીસે ઘેરાબંધી કરી પકડી પાડી. પોલીસને જોઈ આરોપી ભાગવા લાગ્યા પરંતુ પોલીસે ચારેય આરોપીઓને પકડી પાડ્યા. પૂછવા પર આ દારૂ બિહારમાં વેચવા માટે લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું. ટ્રકમાં હરિયાણા નિર્મિત ક્રેજી રોમિયોની 32308 બોટલ જપ્ત કરી જેની કિંમત 45 લાખ 23 હજાર 120 રૂપિયા છે.

ડ્રાઈવર બોલ્યો મેજર સે બાત કરો

ડ્રાઈવર બોલ્યો મેજર સે બાત કરો

પોલીસ અધિક્ષકનું કહેવું હતું કે કાલે પોલીસ સ્ટેશન કોતવાલી અને સ્વાટ ટીમે આર્મી ઑન ડ્યૂટી ટ્રકનું ચેકિંગ કર્યું. જ્યારે ગાડી રોકીને પૂછવામાં આવ્યું તો ડ્રાઈવર અને ક્લીનરે ચેક કરાવવાની ના પાડતા કહ્યું કે આમાં તમામ કેન્ટીનનો સામાન છે. સખ્તીથી પૂછવા પર તેમણે જેની સાથે વાત કરાવી તેણે આર્મીનો ડ્રેસ પહેર્યો હતો અને ખુદને મેજર ગણાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે આ બધો જ સામાન કાયદેસર છે.

પોલીસે બીજી ટ્રક પણ પકડી

પોલીસે બીજી ટ્રક પણ પકડી

પોલીસે જ્યારે તેનું લોકેશન ચેક કર્યું તો તે પંજાબમાં મળ્યો જ્યારે તે ખુદને કાનપુરમાં હોવાનું જણાવી રહ્યો હતો. શંકા થવા પર જ્યારે તાળું તોડવામાં આવ્યું તો તેમાંથી હરિયાણાનો દારૂ ભર્યો હતો. પોલીસ કર્મીની લાપરવાહીને કારણે એક આરોપી ફરાર થઈ ગયો જે બદલ પોલીસ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ વધુ એક દારૂ ભરેલ ટ્રક પકડી લેવામાં આવી છે અને તે ટ્રકમાં રહેલ ચારેય આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા છે.

કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ પુરા થયા કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ પુરા થયા

English summary
police seized two truck of alcohol smuggler
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X