For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકીઓએ અપહરણ કરેલ પોલિસકર્મી જાવેદ અહમદનો મૃતદેહ મળ્યો

જમ્મુ કાશ્મીરના ગુલગામ પરિવાનમાં પોલિસકર્મી જાવેદ અહેમદ ડારનો મૃતદેહ મળ્યો છે. સ્થાનિક લોકોએ જાવેદનો મૃતદેહ મળવાની પુષ્ટિ કર્યા બાદ પોલિસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ પોતાના કબ્જામાં લીધો છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના ગુલગામ પરિવાનમાં પોલિસકર્મી જાવેદ અહેમદ ડારનો મૃતદેહ મળ્યો છે. સ્થાનિક લોકોએ જાવેદનો મૃતદેહ મળવાની પુષ્ટિ કર્યા બાદ પોલિસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ પોતાના કબ્જામાં લીધો છે. તમને જણાવી દઈએ કે જાવેદને આતંકીઓએ 5 જુલાઈના રોજ અપહરણ કર્યુ હતુ. તેમને શોપિયાના સ્થાનિક મેડીકલ સ્ટોરમાંથી આંતકીઓએ અપહરણ કર્યુ હતુ. ત્યારબાદ માનવામાં આવી રહ્યુ છે કે આતંકીઓએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.

javed

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા આતંકીઓએ 44 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન ઔરંગઝેબનુ અપહરણ કરીને તેમને ગોળી મારી દીધી હતી ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયુ હતુ. આતંકીઓએ ઔરંગઝેબની જેમ જ જાવેદની હત્યા કરી છે. તેમનું અપહરણ કર્યા બાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. જાવેદ હાલમાં દક્ષિણ કાશ્મીરમા રહેતા હતા અને તેમને પૂર્વ વરિષ્ઠ પોલિસ અધિક્ષક શૈલેન્દ્ર મિશ્રા સાથે તૈનાત કરવામાં આવ્યા હતા.

ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે પોલિસકર્મીનું ત્યારે અપહરણ કરવામાં આવ્યુ જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ઘાટીમાં સુરક્ષા અંગે મોટા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યપાલ એન એન વ્હોરા, એનએસએ અજીત ડોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબા અને રાજ્ય પોલિસના મોટા અધિકારીઓ શામેલ હતા. બેઠક બાદ રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરના લોકોના વિકાસ અને વધુ સારી સરકાર સ્થાપિત કરવી સૌથી મહત્વનું છે. અમે આના માટે બધા જરૂરી પગલા લેવા દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. જેથી સિસ્ટમમાં પારદર્શિતા આવી શકે.

English summary
Policeman Javid Ahemad Dar abducted by terrorists dead body found.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X