For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકીય હત્યાને લઈ પશ્ચિમ બંગાળમાં ગરમાવો, ભાજપનો આજે 'કાળો દિવસ'

રાજકીય હત્યાને લઈ પશ્ચિમ બંગાળમાં ગરમાવો, ભાજપનો આજે 'કાળો દિવસ'

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં હિંસા થમવાનું નામ ની લઈ રહી, રાજ્યમાં કેટલાય નેતાઓની રાજકીય હત્યા થઈ ચૂકી છે. ભાજપ અને ટીએમસી બંને એકબીજા પર પોતપોતાના નેતાઓની હત્યાનો આરોપલગાવી રહ્યા છે, શનિવારે ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલીમાં કાર્યકરતાઓની હત્યા બાદ ભાજપે આજે બસિરહાટમાં 12 કલાકના બંધનું એલાન કર્યું છે અને તેઓ આજે આખા રાજ્યમાં 'કાળો દિવસ' મનાવી રહ્યા છે અને એટલું જ નહિ તેઓ 12 જૂને વિરોધ રેલી પણ કાઢશે. જણાવી દઈએ કે બસિરહાટના સંદેશખલીમાં ઝંડા હટાવવાને લઈ ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા, જેમાં ભાજપના 5 અને ટીએમસીના 3 કાર્યકર્તાઓના જીવ ગયા.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

કેન્દ્રીય ગૃહમંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી બાદ જાહેર રાજનૈતિક હિંસા પર હવે કેન્દ્રની ભાજપ સરકારે પણ સૂચના મેળવી છે. સૂત્રો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી બંગાળની મમતા બેનરજીને કહ્યું કે જે અધિકારી કાનૂન-વ્યવસ્થા યથાવત રાખવામાં નાકામ રહે છે, તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાાં આવે, જેના જવાબમાં પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીએ ગૃહ મંત્રાલયને એક પત્ર લખયો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે રાજ્યમાં હાલાત નિયંત્રણમાં છે.

શોકયાત્રા પર પોલીસે રોક લગાવી

જણાવ દઈએ કે રવિવારે ભાજપે પશ્ચિમ બંગાળમાં મૃત્યુ પામનાર કાર્યકરોની શોકયાત્રા કાઢી હતી, જેને પોલીસે અટકાવી દીધી હતી, શોકયાત્રામાં સાંસદ અને પ્રદેશ ભાજપના ચીફ દિલીપ ઘોષ, હુગલીના સાંસદ લૉકેટ ચેટરજી, રાહુલ સિન્હા તથા અન્ય નેતાઓ સામેલ હતા, ભાજપી નેતા કાર્યકરતાઓના પાર્થિવ દેહને કોલકાતા સ્થિત પાર્ટી મુખ્યાલયે લઈ જવા માંગતા હતા પરંતુ તેમને કહેવામાં આવ્યું કે તેમને મૃતદેહ સાથે કોલકાતામાં ઘૂસવા દેવામાં નહિ આવે કેમ કે આનાથી કાનૂન વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.

મુકુલ રોયનું મોટું નિવેદન

ભાજપના નેતા મુકુલ રોયે બંગાળ હિંસા પર મોટું નિવેદન આપતા કહ્યું કે ટીએમસી નેતાઓએ બશીરહાટના સંદેશખલીમાં અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને તેમણે સીએમ મમતા બેનરજી પર આરોપ લગાવતા કહ્યું કે આ ઘૃણિત કાર્યમાં ટીએમસી અને મુખ્યમંત્રી બંને સંડોવાયેલ છે. મુકુલ રોયે કહ્યું કે ટીએમસીના ગુંડાએ ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને અમારા ચાર કાર્યકરોની સંદેશખલીમાં ગોળી મારી હત્યા કરી દીધી. અમે ગૃહ મંત્રી અમિત શાહ, કૈલાશ વિજયવર્ગીય અને અમારા રાજ્યના નેતાઓને આ વિશે સંદેશ મોકલી આપ્યો છે.

ટીએમસીએ ગૃહ મંત્રાલયની એડવાઈઝરી પર વાંધો ઉઠાવ્યો

ટીએમસીએ ગૃહ મંત્રાલયની એડવાઈઝરી પર વાંધો ઉઠાવ્યો

ટીએમસીએ પણ ગૃહ મંત્રાલયની એડવાઈઝરી પર વાંધો ઉઠાવ્યો, ગૃહ મંત્રાલયને લખેલ પત્રમાં ટીએમસીએ એડવાઈઝરી પરત લેવા કહ્યું છે, ટીએમસીએ કહ્યું કે ગૃહ મંત્રાલયે જમીની હકિકત જાણ્યા વિના પશ્ચિમ બંગાળની કાનૂન વ્યવસ્થા પર એડવાઈઝરી જાહેર કરી દીધી છે, આ ખોટું છે.

TMC ગુંડાઓએ ચાર ભાજપા કાર્યકર્તાઓની હત્યા કરી નાખીTMC ગુંડાઓએ ચાર ભાજપા કાર્યકર્તાઓની હત્યા કરી નાખી

English summary
Political Murder: black day for kolkata bjp, home ministry declared advisory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X