For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાવ વધારવાની કળા ધરાવે છે કોંગ્રેસઃ ભાજપ

|
Google Oneindia Gujarati News

petrol
નવીદિલ્હી, 18 જાન્યુઆરીઃ સરકાર દ્વારા કંપનીઓને ડીઝલના ભાવ નક્કી કરવાની ઘોષમા બાદ હવે આ મામલે રાજકારણ શરૂ થઇ ગયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, સરકાર જનતાના હિતને અવગણીને ઓઇલ કંપનીઓને ફાયદો કરાવવામાં લાગી ગઇ છે. ભાજપે સબ્સિડીવાળા ગેસની સંખ્યા 6થી વધારીને 9 કરવાના સરકારના નિર્ણયને એક નાટક ગણાવ્યું છે.

ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાસે એવી કળા છે કે કેવી રીતે ભાવ વધારો કરવામાં આવે, અમે તેનો વિરોધ કરીએ છીએ. સરકાર તેનો નિર્ણય પરત લે, જેને જેટલા સિલિન્ડરની જરૂર હોય તેને તેટલા આપવામાં આવે.

બીજી તરફ સીપીએમના મહાસચિવ પ્રકાશ કરાતે જણાવ્યા પ્રમાણે આ જનતા પર કરવામાં આવેલા એક હુમલા સમાન છે. જે રીતે પેટ્રોલને નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યું, તેનાથી તેનો ભાવ દરરોજ વધે છે. એવી જ રીતે હવે ડીઝલ પર પણ તેવું જ થશે. ઓઇલ અને સિલિન્ડરના ભાવો પર યૂપીએ સરકારથી સમર્થન પરત ખેંચનાર તૃણમૂલ કોંગ્રેસે પણ તેને જનતા વિરોધી પગલું ગણાવ્યું છે.

સમાજવાદી પાર્ટીએ કહ્યું કે, મોંઘવારીનો મારની ભરપાઇ 2014ની ચૂંટણીમાં કેન્દ્ર સરકારે કરવી પડશે, મોંઘવારી માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે દોષી છે. નોંધનીય છે કે, ડીઝલ અને રસોઇ ગેસની કિંમત સામાન્ય જનતાના બેજટની ધડકન નક્કી કરે છે. જેથી તમામ પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. જો કે હવે જોવાનું એ છે કે શું પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલો આ વિરોધ સામાન્ય જનતાને રાહત અપાવી શકશે.

English summary
The decision to give oil companies the freedom to increase diesel prices has the potential to create problems for the UPA government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X