For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભાજપ હવે મોદી એન્ડ શાહ ગુજરાત પ્રા.લિ. પાર્ટી'

|
Google Oneindia Gujarati News

લખનઉ, 11 જુલાઇ: નરેન્દ્ર મોદીના સૌથી નજીકના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ અમિત શાહે પાર્ટી પ્રમુખ ચૂંટાયા બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે કે. રાષ્ટ્રીય નિષાદ સંઘના રાષ્ટ્રીય સચિવ ચૌ. લૌટન રામ નિષાદે ગુરુવારે જણાવ્યું કે ભાજપા હવે મોદી એન્ડ શાહ ગુજરાત પ્રા.લિ પાર્ટી બની ગઇ છે. તેમણે જણાવ્યું કે અમિત શાહની ઉપર 'બિલાડીના નસીબે દહી હાંડી તૂટી' વાળી કહેવત લાગુ પડે છે.

નિષાદે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ દ્વારા 71 બેઠકો જીતવાનો શ્રેય અમિત શાહને આપવો નિર્મૂળ છે, કારણ કે કોંગ્રેસ શાસનના ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી કંટાળી ગયેલી જનતાએ વિકલ્પના રૂપમાં ભાજપને પસંદ કરી નહી કે અમિત શાહની ચૂંટણી રણનીતિથી. ભાજપને ઉત્તર પ્રદેશમાં જીત અમિત શાહના મેનેજમેન્ટ અને રણનીતિથી મળી તો મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી વગેરે રાજ્યોમાં પાર્ટી કયા આધાર પર જીતી? નિષાદે જણાવ્યુ કે વાસ્તવમાં પછાત, અતિપછાત અને દલિત વર્ગોના ધ્રુવીકરણનો ફાયદો ભાજપને મળ્યો.

પછાતોને મોદીએ હાસિયા પર મૂક્યા
નિષાદે આરોપ લગાવ્યો છે કે પછાત બનીને પછાતવર્ગોના વોટ મેળવનાર નરેન્દ્ર મોદીએ આ વર્ગને હાસિયા પર ધકેલનારા નેતા છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી રહેતા કોઇ પણ પછાત જાતિના કોઇ પણ ધારાસભ્યને કેબિનેટ મંત્રી નથી બનાવ્યા અને વર્તમાનમાં પણ આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં કોઇ પણ પછાત જાતિનાને સ્થાન આપવામાં આવ્યું નથી.

ભાજપ અને આરએસએસ મોદીની ખોટી જાતિ બતાવીને અતિ પછાત જાતિના લોકોને ભ્રમિત કરીને વોટ હાસલ કરવામાં સફળ રહ્યા, પરંતુ મંડળ વિરોધી ભાજપથી પછાતોને સામાજિક ન્યાય મળવાનો નથી.

નિષાદે મોદી સહિત ભાજપના પછાત વર્ગના મોટા નેતાઓને કલ્યાણ સિંહ, ઉમા ભારતી અને શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાનો સાધતા જણાવ્યું કે આ તમામ મંડળ કમિશનનું પ્રબળ વિરોધ કરતા રામ મંદિર નિર્માણના નામ પર કમંડળની રાજનીતિમાં આગળ રહે. આ પછાત નેતા પછાત બનીને રાજનૈતિક લાભ તો લે છે પરંતુ પછાતોને જ સામાજિક અન્યાયનો શિકાર બનાવે છે.

English summary
After Amit Shah appointed as Bhartiya Janta Party president, Uttar Pradesh politician Ram Nishad has said that BJP is now "Modi and Shah Gujarat Party Pvt Ltd".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X