For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના મહાન પુરુષો પર રાજકારણ યોગ્ય નથી, અડવાણીની કોંગ્રેસને શીખ

|
Google Oneindia Gujarati News

lk advani
નવી દિલ્હી, 6 જુલાઇ : જનસંઘના સંસ્થાપક શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિના અવસરે સંસદમાં તેમને પુષ્પાંજલિ અર્પિત કરવાના સમારંભમાં કોંગ્રેસના સાંસદોના નહીં આવવા પર નિરાશા વ્યક્ત કરતા ભાજપાના વરિષ્ઠ નેતાએ આજે જણાવ્યું કે દેશના મહાન પુરુષોને લઇને રાજકારણ કરવું જોઇએ નહીં.

સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિના અવસર પર આજે સવારે પુષ્પાંજલિ સમારંભનું આયોજન કરાયું હતું પરંતુ તેમાં કોંગ્રેસના સાંસદ, લોકસભા અધ્યક્ષ મીરા કુમાર અને રાજ્યસભાના સભાપતિ હામિદ અંસારી દેખાયા નહી.

અડવાણીએ બાદમાં ભાજપા મુખ્યાલયમાં પાર્ટીના સંસ્થાપકના સમ્માનમાં આયોજિત સમારંભમાં ઉપરની વાત પર ખેદ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રના મહાન પુરુષોને લઇને પાર્ટી લાઇન પર ભેદભાવ નહીં કરવું જોઇએ.

કેન્દ્રી કક્ષમાં, જ્યારે અમે મુખર્જીને પુષ્પાંજલિ આપવા માટે એકત્રિત થયા, મેં કોંગ્રેસ તરફથી કોઇ નેતાને જોયા નહીં. કેન્દ્રીય ગૃહમાં શ્યામા પ્રસાદને પુષ્પાંજલિ આપવા માટે આવેલા અડવાણી ઉપરાંત બંને ગૃહના નેતા સુષમા સ્વરાજ અને અરુણ જેટલી હાજર હતા.

આ પ્રસંગે ઉપાધ્યક્ષ કરિયા મુંડા, જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામી અને ભાજપા નેતા એસ એસ અહલુવાલિયા પણ હાજર રહ્યા હતા. લોકસભા અધ્યક્ષ સામાન્ય રીતે આવા પ્રસંગે હાજર રહે છે. અડવાણીએ કહ્યું 'હું નથી જાણતો કે કોંગ્રેસનું વલણ શું છે. જો એ ભૂલ છે તો કોંગ્રેસને તેને સુધારવી જોઇએ. પરંતુ જો આ જાણી જોઇને કરવામાં આવ્યું હોય તો તે દુ:ખદ છે.'

English summary
Dismayed over Congress MPs not attending a programme to pay floral tributes to Jana Sangh founder Syama Prasad Mookerjee in Parliament, BJP leader L K Advani today said politicians should not discriminate on party lines between great men of the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X